Homeગુર્જર નગરીસુરતઃ બે-બે તલવારથી કેક કાપનારો આરોપી જેલ હવાલે, 17 માર્ચે આવી રીતે...

સુરતઃ બે-બે તલવારથી કેક કાપનારો આરોપી જેલ હવાલે, 17 માર્ચે આવી રીતે ઉજવ્યો હતો જન્મદિવસ

Team Chabuk-Gujarat Desk: સુરતના ડિંડોલીમાં જન્મદિવસની ઉજવણી કરનારા બર્થડે બોય સહિત એકની ધરપકડ કરી છે. જાહેરમાં તલવાર વડે કેક કાપતો વીડિયો વાયરલ થતાં પોલીસ એક્શનમાં આવી હતી અને બર્થ ડે બોય સહિત એકને હથિયારો સાથે ઝડપી લીધા હતા.

ઉલ્લેખનીય છે કે, ડિંડોલી વિસ્તારમાં મયુર નામના યુવકે બે યુવકના ખભા પર બેસી બે તલવારથી કેક કાપી જન્મદિવસની ઉજવણી કરી હતી. આવું કરીને તેણે સુરત પોલીસ કમિશનરના જાહેરનામાના લીરેલીરા ઉડાવ્યા હતા. સમગ્ર ઉજવણીનો એક વીડિયો વાયરલ થયો હતો. જેના આધારે પોલીસે કાર્યવાહી કરી હતી.

મળતી માહિતી મુજબ ડિંડોલી વિસ્તારમાં આવેલી સ્વસ્તિકવીલા સોસાયટીમાં રહેતા 19 વર્ષીય મયુર સુરેશ ઠાકોરનો 17 માર્ચે જન્મદિવસ હતો. આ યુવકે જન્મદિવસ નિમિત્તે તલવાર, રેમ્બો છરા સાથે ઉજવણી કરી હતી. જેનો વીડિયો વાઈરલ થતા પોલીસે મયુર અને તેના પિતરાઈ ભાઈ શિવસિંહ ઠાકોરની ધરપકડ કરી છે. તેમની પાસેથી ત્રણ તલવાર, એક રેમ્બો છરો અને એક ચપ્પુ કબજે લીધું છે.

વાયરલ વીડિયોમાં મયુર સાથે અન્ય કેટલાક યુવક પણ  જોવા મળી રહ્યા છે. એક તરફ ડી.જે વાગી રહ્યુ છે. બીજી તરફ ફટાકડા ફૂટી રહ્યા છે અને યુવાનો ડી.જેના તાલે ઝુમી રહ્યા છે. આ દરમિયાન આરોપી મયુર એક યુવકના ખભા પર બેઠો છે. દરમિયાન બીજો યુવક આવે છે અને બંને યુવકને ખભા પર ઉચકી લે છે. ત્યારબાદ આરોપી બે તલવાર વડે કેક કાપે છે. આ સમગ્ર ઘટના કેમેરામાં કેદ કરવામાં આવી અને ત્યારબાદ વાયરલ થતાં પોલીસે આરોપીઓને જેલ ભેગા કર્યા અને કાયદાનું ભાન કરાવ્યું. હાલ આ મુદ્દે પોલીસે આરોપી વિરુદ્ધ જાહેરનામા ભંગનો ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments