Homeગુર્જર નગરીહવામાન વિભાગની આગાહીઃ રાજ્યમાં આ જિલ્લામાં બે દિવસ કમોસમી વરસાદ પડી શકે...

હવામાન વિભાગની આગાહીઃ રાજ્યમાં આ જિલ્લામાં બે દિવસ કમોસમી વરસાદ પડી શકે છે

Team Chabuk-Gujarat Desk: રાજ્યમાં કમોસમી વરસાદ પડવાની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે રાજ્યમાં આજે 20 અને આવતીકાલે 21 એપ્રિલે કમોસમી વરસાદ પડી શકે છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે ઠંડર સ્ટોર્મ રહેશે. ઠંડર સ્ટોર્મમાં 35 થી 40 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશે. જો કે ઠંડર સ્ટોર્મ એક્ટિવિટીના કારણે ગરમીમાં આશિંક રાહત મળશે. જો કે બાદમાં ગરમીના પારામાં વધારો થઈ શકે છે. આજથી 2 થી 3 ડિગ્રી તાપમાન ઘટશે.

હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં માવઠું પડી શકે છે. સાથે જ 30 થી 40 કિમીની ઝડપે પવન પણ ફૂંકાશે. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે રાજકોટ, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી અને દીવમાં ગાજવીજ સાથે માવઠું પડી શકે છે. જ્યારે ગાંધીનગર, અમદાવાદમાં પણ માવઠું પડવાની શક્યતા છે. આ તરફ ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠા અને સાબરકાંઠાના ખેડૂતોને માવઠાના કારણે નુકસાની થઈ શકે છે. દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો સુરત, ભરૂચ અને વડોદરામાં માવઠાની શક્યતા છે. આ તરફ વાતાવરણમાં પલટાના કારણે ગરમીમાંથી રાહત મળી શકે છે. આજથી 2 થી 3 ડિગ્રી તાપમાન ઘટશે.

હવામાન વિભાગની આગાહી પ્રમાણે રાજયમાં 20 અને 21 એપ્રિલે કમોસમી વરસાદ પડશે. 20 એપ્રિલે એટલે કે આજે અમદાવાદ, ગાંધીનગર, બનાસકાંઠા, દાહોદ, વડોદરા, મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં કમોસમી વરસાદ પડી શકે છે જ્યારે 21 એપ્રિલે આવતીકાલે સૌરાષ્ટ્રના રાજકોટ, અમરેલી, ભાવનગર, જૂનાગઢ અને દિવ સહિતના સ્થળે વરસાદની સંભાવના છે. કમોસમી વરસાદ પડવાના કારણે લોકોને ગરમીમાંથી જરૂર થોડો છૂટકારો મળશે પરંતુ ઉનાળુ પાકને નુકસાન થઈ શકે છે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments