Team Chabuk-Gujarat Desk: પોરબંદરના કુતિયાણાના એનસીપીના ધારાસભ્ય કાંધલ જાડેજાની મુશ્કેલીમાં વધારો થયો છે. ધારાસભ્ય કાંધલ જાડેજાને કોર્ટે દોષિત જાહેર કર્યા છે. 2007માં પોલીસ જાપ્તામાંથી ફરાર થવાનો કેસ ચાલી રહ્યો હતો અને આ કેસમાં કાંધલ જાડેજાને દોષિત જાહેર કરાયા છે.
કુતિયાણાના એનસીપીના ધારાસભ્ય કાંધલ જાડેજાને રાજકોટ JMFC કોર્ટે દોષિત જાહેર કર્યા છે. પ્રાપ્ત માહિતી મુજબ 2007માં રાજકોટની વિદ્યાનગર રોડ પર આવેલી શિવાની હોસ્પિટલમાંથી કાંધલ જાડેજા પોલીસ જાપ્તામાંથી ફરાર થઇ ગયા હતા. હોસ્પિટલમાંથી કાંધલ જાડેજા ફરાર થઇ જતાં પોલીસ તંત્રમાં દોડધામ મચી ગઇ હતી. હોસ્પિટલમાંથી ફરાર થવાના કેસમાં 4 પોલીસ કર્મી તથા 3 ડોકટરો સહિત 14 શખ્સ સામે કોર્ટમાં કેસ ચાલી રહ્યો હતો. આ કેસમાં રાજકોટ કોર્ટે કાંધલ જાડેજાને કોર્ટે દોષીત જાહેર કર્યા હતા. આ કેસમાં 2 વર્ષની સજાની જોગવાઇ છે. તાત્કાલીક જામીન પર મુકત થઇ શકે તેવી પણ જોગવાઇ છે. ઉલ્લેખનીય છે કે કાંધલ જાડેજા કુતિયાણાના એનસીપીના ધારાસભ્ય પણ છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત