Team Chabuk-Gujarat Desk: પાટણના ચાણસ્મા હાઈવે પર ઈકો કારનું ટાયર ફાટતાં અકસ્માત સર્જાયો જેમાં બાળકી સહિત એક જ પરિવારના ત્રણ સભ્યોના મોત થયા. જ્યારે અન્ય પાંચ લોકો ઈજાગ્રસ્ત થતાં સારવાર અર્થે ખસેડાયા હતા.

મળતી માહિતી પ્રમાણે પાટણ જિલ્લાના સાંતલપુર તાલિકાના અબિયાણા ગામમાં રહેતા ભીખાભાઈ નાયીના પુત્ર ભરતના લગ્ન હોવાથી ઘરમાં લગ્નનો માહોલ હતો. તેવામાં એક ચોંકાવનારા સમાચાર આવતા જ આખા ઘરમાં સન્નાટો છવાયો હતો.
ચાણસ્મા હાઈવે ઉપર પરિવારના સભ્યો ભરેલી ઈકો કારને અકસ્માત નડ્યો હતો. ઈકો કારનું ટાયર ફાટતા કાર પલટી મારી જતાં ગમખ્વાર અકસ્માત સર્જાયા હતો. અકસ્માતમાં અકસ્માતમાં જે ઘરના મોભી અને વરરાજાના પિતા એવા ભીખાભાઈ, કાકા સોમાભાઈ અને ભાણીનું અકસ્માતમાં મોત નીપજ્યું હતું.

નાયી પરિવારમાં ચાર બહેનો વચ્ચે એકના એક ભાઈના હર્ષો ઉલ્લાસ સાથે લગ્ન થઈ રહ્યા હતા. પરંતુ ઘરે લગ્નના ઢોલ નગારા વાગે એ પહેલા જ અકસ્માત રૂપી કાળ એક જ પરિવારના ત્રણ લોકોને ભરખી ગયો.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત