Team Chabuk-Gujarat Desk: અમદાવાદમાં ફરી એકવાર મ્યુ કોર્પોરેશનના ડમ્પરે એક માસૂમનો જીવ લઈ લીધો. અમદાવાદમાં હચમચાવી દે તેવી કરૂણ ઘટના સર્જાઈ. માતેલા સાંઢ જેમ આવી રહેલું ડમ્પરે માસૂમને કચડી નાખ્યું. જે બાદ ડમ્પર ચાલક ફરાર થઈ ગયો. આ અંગે ટ્રાફિક પોલીસે ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે.

સમગ્ર ઘટનાની વાત કરીએ તો શહેરના પાંજરાપોળ વિસ્તારમાં સહજાનંદ કોલેજ નજીક ડમ્પરચાલકે દીકરાને સ્કૂલે મૂકવા જઈ રહેલી એક્ટિવાચાલક મહિલાને અડફેટે લીધી હતી. જેમાં 5 વર્ષના દહર ભટ્ટ નામના બાળકનું મોત થયું હતું. માતાની નજર સામે જ બાળક પર ડમ્પરના પૈડા ફરી વળતા માતા ત્યાં જ ઢળી પડી હતી.
આઝાદ સોસાયટીમાં રહેતા સુરભીબેન તેના 5 વર્ષના દીકરા દહરને આંબાવડી અમૃત જ્યોતિ સ્કૂલ મુકવા જતી હતા. ઘરેથી હસતો રમતો જતો દહર તેની માતા સાથે વાતો કરતો હતો.તેઓ સહજાનંદ કોલેજ પાસે પહોંચ્યા ત્યારે કોર્પોરેશનનું ડમ્પર યમદૂત બનીને આવ્યું હતું.

અકસ્માતમાં દહર નીચે પટકાયો અને તેના પર ડમ્પરનું ટાયર ફરી વળ્યુ હતું. અકસ્માત એટલો ગંભીર હતો કે, માસૂમના માસના લોચા ડામર સાથે ચોંટી ગયા હતા. એટલું જ નહીં બાળકના વિખરાયેલા અવશેષોને કપડામાં ભેગા કરવામાં આવ્યા હતાં અને પોટલું વાળીને હોસ્પિટલમાં લઈ જવું પડ્યું હતું. બીજી તરફ ઈજાગ્રસ્ત માતાને પણ હોસ્પટલ લઈ જવાઈ હતી.

આઝાદ સોસાયટીમાં આવેલા એપાર્ટમેન્ટમાં રહેતા રોનક ભટ્ટ જમીન દલાલ તરીકે કામ કરે છે.તેમના પત્ની સુરભી 5 વર્ષનું બાળક દહર અને પિતા સાથે રહે છે.રોનક ભાઈ રોજ તેમના દીકરાને સ્કૂલે મુકવા જાય છે..આંબાવડી અમૃત જ્યોતિ સ્કૂલના જુનિયર કેજીમાં અભ્યાસ કરે છે..આજે સવારે રોનકભાઈના પિતાને ઓપરેશન હીવથી તેઓ તેમના પિતાને લઈને દવાખાને ગયા હતા.એટલે સુરભીબેન દહરને સ્કૂલે મુકવા ઘરેથી નીકળ્યા હતા. આગામી 1 જૂને દહરનો જન્મદિવસ હતો. જો કે, જન્મદિવસ પહેલાં જ તેના ઘરમાં માતમ છવાયો છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત