Team Chabuk-Gujarat Desk: ત્રણ તલાક મામલે ગુજરાતમાં પ્રથમ વખત કોર્ટે આરોપીને સજા આપી છે. કેન્દ્ર સરકાર દ્વારા ત્રણ તલાકનો કાયદો બનાવ્યા બાદ રાજ્યમાં પ્રથમ કેસમાં આરોપીને સજા ફટકારવામાં આવી છે. પાલનપુર પશ્ચિમ પોલીસ સ્ટેશનમાં એક મુસ્લિમ મહિલાએ તેના ક્લાસ-1 અધિકારી પતિ સામે ત્રિપલ તલાકને લઈને ફરિયાદ નોંધાવી હતી. આ કેસ પાલનપુર કોર્ટમાં ચાલી જતાં આરોપી પતિને કોર્ટે એક વર્ષની સજા તેમજ પાંચ હજાર રૂપિયાનો દંડ ફટકાર્યો છે.
કોર્ટે સજા સંભળાવતા જ પત્નીએ કહ્યું કે, ત્રણ તલાકનો કાયદો બનાવનાર મોદી સરકારનો આભાર. સમગ્ર કેસની વાત કરીએ તો પાલનપુર તાલુકાના હેબતપુરના રહીશ સરફરાઝખાન બીહારી દાંતીવાડા સીપુ નિગમ ડેપ્યુટી એન્જિનિયર તરીકે ફરજ બજાવે છે. તેમનાં લગ્ન વડગામની જુનીનગરીની યુવતી સાથે થયા હતા. લગ્ન જીવનથી દંપતીને એક પુત્રીનો જન્મ થયો હતો. સરફરાઝખાન દાંતીવાડા સીપુ ડેમના ડેપ્યુટી એન્જિનિયર તરીકે નોકરી કરતા હોવાથી તેઓની સાથે નોકરી કરતી હિન્દુ યુવતી સાથે પ્રેમ સંબંધ બંધાયો હતો. બાદમાં તેની સાથે ભાગીને લગ્ન કર્યા હતા. અને પ્રથમ પત્નીને ત્રણ વાર તલાલ તલાક તલાક બોલીને ઘરમાંથી પુત્રી સાથે કાઢી મૂકી હતી.

આ મામલે પત્નીએ પાલનપુર પશ્ચિમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. ક્લાસ-1 અધિકારી સરફરાઝખાન સામે ઈપ્કો કલમ ૪૯૮(ક), ૩૨૩, ૨૯૪, ૫૦૪, ૫૦૬(૨) ની તેમજ મુસ્લિમ પ્રોટેક્શન ઓફ એક્ટ ૩,૪ મુજબની ફરિયાદ થઈ હતી. પત્નીની ફરિયાદ સામે પાલનપુરની એડિશનલ કોર્ટે આરોપી પતિને એક વર્ષની સજા અને પાંચ હજારનો દંડ ફટકાર્યો છે. આમ ગુજરાતમાં ત્રિપલ તલાકનો કાયદો બન્યા બાદ પાલનપુરની કોર્ટની આ ત્રણ તલાકના કાયદામાં પ્રથમ સજા છે.
પીડિતા પત્નીએ મીડિયા સામે જણાવ્યુ કે, મને ત્રણ વખત તલાક બોલીને ઘરમાંથી કાઢી મૂકી હતી આજે કોર્ટે જે ચુકાદો આપ્યો તેનાથી મને ન્યાય મળ્યો છે. મારા જેવી અનેક યુવતીઓ છે જે ત્રણ તલાકથી પીડિત છે. ત્રણ તલાકના કાયદાની મદદથી પતિ સામે કોર્ટમાં જંગ છેડનાર પત્નીને ત્રણ વર્ષે ન્યાય મળતા પીડિત પત્નીએ ત્રણ તલાકનો કાયદો ઘડનાર મોદી સરકારનો આભાર માન્યો હતો.
આમ, બનાસકાંઠાની કોર્ટે ગુજરાતમાં પ્રથમ વખત ત્રણ તલાકના કાયદા બાદ આરોપીને સજા ફટકારીને એક દાખલો બેસાડ્યો છે. ગુજરાતની અનેક પીડિત પત્નીઓ ત્રિપલ તલાકનો ભોગ બનતા અટકી શકશે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત