Team Chabuk-gujarat Desk: સુરતના પલસાણા તાલુકાનાં સાંકી ગામે આવેલ મા આનંદી રેસીડન્સીમાં રહેતી વૃદ્ધાની હત્યાનો ભેદ ઉકેલાયો છે. અઢી મહિના પહેલાં વૃદ્ધાની હત્યા કરી લાશ સળગાવી દેવાઈ હતી. ઘટનામાં એલસીબીએ આરોપીને વરેલી હરીપુરા ત્રણ રસ્તા નજીકથી ઝડપી લીધો હતો. તપાસમાં સામે આવ્યું છે કે, આરોપી વૃદ્ધાના મકાનમાં ચોરી કરવા ગયો હતો.
ગત તા-11-02-2022ના રોજ સાંકી ગામે મા આનંદી રેસીડન્સીમાં 61 વર્ષીય વૃદ્ધાની હત્યા થઈ હતી. આરોપીએ વૃદ્ધાને માથાના ભાગે ગંભીર ઇજા પહોંચાડી હત્યા કરી હતી. એટલું જ નહીં હત્યા બાદ મૃતદેહના શરીર પર ખાવાનું તેલ નાખી આગ લગાવી મૃતદેહને સળગાવવાની કોશિશ પણ કરી હતી. હત્યારાને શોધવા માટે એલસીબીએ અલગ અલગ ટીમ બનાવી શોધખોળ શરૂ કરી હતી.
અલગ અલગ સીસીટીવી કેમેરાની ફૂટેજની ચકાસણી કરી હતી. દરમિયાન ટીમને બાતમી મળી હતી કે વૃદ્ધાની હત્યાનો આરોપી કડોદરાના વરેલીથી હરિપુરા જતાં ત્રણ રસ્તા નજીક ઊભો છે. જે હકીકતના આધારે એલસીબી પોલીસની ટીમ સ્થળ ઉપર પહોંચી આરોપીને ઝડપી લીધો હતો. આરોપીની પૂછપરછ કરતાં તેણે પોતાનું નામ કિરણ બાપુ હોવાનું જણાવ્યુ હતું. સાથે જ તેણે જ વૃદ્ધાની હત્યા કરી હોવાની કબૂલાત કરી હતી.

પૂછપરછ દરમિયાન તેણે જણાવ્યુ હતું કે, તે ઔદ્યોગિક એકમોમાં છૂટક મજૂરી કામ કરતો હતો. કામ ન મળતા આર્થિક સ્થિતિ ખરાબ હતી. જેથી ચોરી કરવાનું નક્કી કર્યું હતું. સાંકી ગામે આવેલા આનંદીમાં રેસીડન્સીમાં કમલાદેવીના મકાનમાં ચોરી કરવા ગયો હતો તે દરમિયાન કમલાદેવી તેને જોઈ જતાં તેમના પર ઈંટ વડે હુમલો કર્યો હતો. એટલું જ નહીં ત્યારબાદ તેમના મૃતદેહ પર તેલ નાખી મૃતદેહ સળગાવી ફરાર થઈ ગયો હતો.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત