Homeગુર્જર નગરીGMDC ગ્રાઉન્ડમાં મળશે રાજપૂત સમાજનું મહાસંમેલન, રાજકીય પક્ષોને લઈને લોકેન્દ્રસિંહ આપ્યું મહત્વનું...

GMDC ગ્રાઉન્ડમાં મળશે રાજપૂત સમાજનું મહાસંમેલન, રાજકીય પક્ષોને લઈને લોકેન્દ્રસિંહ આપ્યું મહત્વનું નિવેદન

Team Chabuk-Gujarat Desk: રાજ્યમાં વિધાનસભાની ચૂંટણી નજીક આવતા જ વિવિધ જ્ઞાતિના સંગઠનો સક્રિય થઈ ગયા છે અને સરકાર અને રાજકીય પાર્ટીઓનું નાક દબાવી રહ્યા છે. જ્ઞાતિના સંગઠનો રાજકીય પક્ષોમાં પોતાનું વર્ચસ્વ વધે તે માટે શક્તિ પ્રદર્શન કરી રહ્યા છે. ત્યારે આગામી સમયમાં રાજપૂત સમાજ પણ શક્તિ પ્રદર્શન કરવા જઈ રહ્યો છે. અમદાવાદના GMDC ગ્રાઉન્ડમાં આગામી સમયમાં રાજપૂત કરણી સેનાના દ્વારા મહાસંમેલન યોજવાની જાહેરાત કરવામાં આવી છે.

રાજપૂત કરણી સેનાના સંસ્થાપક લોકેન્દ્રસિંહ કાલવીએ આજે અમદાવાદમાં પત્રકાર પરિષદ સંબોધીને આ અંગેની જાણકારી આપી હતી. લોકેન્દ્રસિંહ કાલવીએ જણાવ્યું હતું કે, આગામી દશેરા અને દિવાળીની વચ્ચે અમદાવાદના GMDC ગ્રાઉન્ડમાં લાખોની સંખ્યામાં રાજપૂતો ભેગા થઈ પોતાની શક્તિ પ્રદર્શિત કરશે.

લોકેન્દ્રસિંહ કાલવીએ જણાવ્યું હતું કે, ગુજરાતમાં રાજકીય હોય કે અન્ય ક્ષેત્ર હોય તેમાં રાજપૂત સમાજના લોકો છે પરંતુ તેમની સંખ્યા ઓછી છે. રાજપૂત કરણી સેના દ્વારા એકતા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે, જે સમગ્ર ગુજરાતના તમામ જિલ્લાઓમાં પહોંચી રહી છે. એકતા યાત્રાનો મૂળ ઉદ્દેશ એકતા સભ્યતા અને સંસ્કૃતિનો છે. રાજપૂત સમાજ પોતાની તાકાત અને એકતા બતાવવા માટે દિવાળી પહેલા આ સંમેલન યોજશે. અમે દુર્ભાગ્યશાળી છીએ કે આઝાદી પછી માત્ર બે રાજપૂતો મિનિસ્ટ્રીમાં છે. અત્યારે દરેક ક્ષેત્રમાં રાજપૂત સમાજનું વર્ચસ્વ ઘટી રહ્યું છે તેથી હવે રાજપૂત સમાજનો દરેક જગ્યાએ તાકાત બતાવવાનો સમય આવી ગયો છે. પદ્માવત ફિલ્મ સમયે રાજપૂતો દ્વારા જે રીતે પોતાની તાકાત બતાવવામાં આવી હતી તે માટે મેદાન ઓછું પડ્યું હતું પરંતુ હવે મેદાન મોટું શોધીશું અને રાજપૂત સમાજની તાકાત બતાવવા આવશે.

વધુમાં લોકેન્દ્રસિંહે જણાવ્યું હતું કે, રાજપૂત સમાજ અત્યાર સુધી ચૂપ હતો પરંતુ હવે અમે ચૂપ નહિ રહીએ. દરેક ક્ષેત્રમાં દરેક જગ્યાએ રાજપૂત સમાજની સંખ્યા વધે તેના માટે પ્રયાસો કરી રહ્યા છીએ. મંત્રીમંડળમાં રાજપૂતોની સંખ્યા ઓછી છે. જેટલું રાજપૂતોનું યોગદાન છે એટલી સંખ્યામાં રાજપૂતો પણ હોવા જરૂરી છે. હું કોઈ એક પક્ષને નથી કહેતો. જે પક્ષને રાજપૂત સમાજના લોકોને સાથે રાખવા હોય એ રાખે બાકી જેને ન રાખવા હોય એ ભોગવે. દરેક પક્ષને મેસેજ આપવા માગું છું કે તમે રાજપૂત સમાજને મહેસૂસ કરો અને જો તમે નહીં કરો તો અમે મહેસૂસ કરાવી દઈશું.

whatsapp group join link

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments