Homeગામનાં ચોરેવિશ્વપ્રસિદ્ધ સંતૂર વાદક પંડિત શિવકુમાર શર્માનું નિધન

વિશ્વપ્રસિદ્ધ સંતૂર વાદક પંડિત શિવકુમાર શર્માનું નિધન

Team Chabuk-National desk: ભારતમાં શાસ્ત્રીય સંગીતને એક નવી ટોચ પર લઈ જનારા પ્રખ્યાત સંતૂર વાદક અને પદ્મ વિભૂષણથી સન્માનીત પંડિત શિવકુમાર શર્માએ આ દુનિયામાંથી વિદાય લીધી છે. 84 વર્ષે શિવકુમાર શર્માનું હાર્ટ એટેકના કારણે નિધન થયું છે. પંડિત શિવકુમાર શર્માના નિધનથી સંગીત જગતમાં દુઃખની લાગણી પ્રસરી જવા પામી છે.

જમ્મુમાં 13 જાન્યુઆરી 1938ના રોજ જન્મેલા શિવકુમાર શર્માએ તેમના સંગીત દ્વારા સંતૂરને આંતરરાષ્ટ્રીય સ્તરે ઓળખ અપાવી હતી. સંતૂર એક કાશ્મીરી લોક વાદ્ય છે. તેમનો જન્મ જમ્મુમાં ગાયક પંડિત ઉમા દત્ત શર્માને ત્યાં થયો હતો. પંડિત શિવકુમાર શર્માનું ફિલ્મ જગતમાં પણ મહત્વનું યોગદાન રહ્યું છે. બોલિવૂડમાં ‘શિવ-હરિ’ (શિવકુમાર શર્મા અને હરિપ્રસાદ ચૌરસિયા)ની જોડીએ ઘણા સુપરહિટ ગીતોને સંગીત આપ્યું છે. શ્રીદેવી પર ચિત્રિત કરાયેલા ગીત ‘મેરે હાથોં મેં નૌ નૌ ચૂડિયાં’ નું સંગીત આ હિટ જોડીએ કમ્પોઝ કર્યું હતું. પંડિત શિવકુમાર શર્માના પિતા ઈચ્છતા હતા કે, તેઓ જમ્મુ અથવા શ્રીનગરમાં ઓલ ઈન્ડિયા રેડિયોમાં કામ કરે. એક ઈન્ટરવ્યૂમાં પંડિત શિવકુમાર શર્માએ કહ્યું હતું કે, તેઓ સંતૂર લઈને મુંબઈ આવ્યા હતા ત્યારે તેમના ખિસ્સામાં માત્ર પાંચસો રૂપિયા હતા.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આપી શ્રદ્ધાંજલિ

પંડિત શિવકુમાર શર્માના નિધન બાદ શ્રદ્ધાંજલિ આપતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લખ્યું કે, પંડિત શિવકુમાર શર્માજીના નિધનથી આપણા સાંસ્કૃતિક જગત પર ઊંડી અસર પડશે. તેમણે સંતૂરને વૈશ્વિક સ્તરે લોકપ્રિય બનાવ્યું. તેમનું સંગીત આવનારી પેઢીઓને મંત્રમુગ્ધ કરતું રહેશે. મને તેમની સાથેની મારી વાતચીત સારી રીતે યાદ છે. તેમના પરિવાર અને ચાહકો પ્રત્યે સંવેદના. શાંતિ.

whatsapp group join link


તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments