Team Chabuk-Gujarat Desk: યુવાનોને મોજ-મસ્તી કરવા માટે લાલ જાજમ પાથરતાં કપલ બોક્સ સામે ગુજરાત પોલીસ લાલ આંખ કરી રહી છે. રાજ્યમાં ઠેર ઠેર કપલ બોક્સના નામે ચાલતાં ગોરખધંધાનો પોલીસ દ્વારા પર્દાફાશ કરવામાં આવી રહ્યો છે. ત્યારે વડોદરાના એક પોશ વિસ્તારમાં ધમધમતું કપલ બોક્સ ઝડપાયું છે. યુવક-યુવતીઓથી ધમધમતા કેફેમાં ચાર મહિનાથી કપલ બોક્સ ચાલતું હતું. પોલીસે દરોડા પાડીને 7 કપલને ઝડપી પાડ્યા હતા.
મળતી માહિતી પ્રમાણે, વડોદરાના ફતેગંજ વિસ્તારમાં મંગલ મૂર્તિ એપોર્ટમેન્ટમાંથી કપલ બોક્સ ચાલતું હતું. ધ લંચ બોક્સ નામના કેફેમાં છેલ્લા ચાર મહિનાથી કપલ બોક્સ ધમધમી રહ્યું હતું. કેફેમાં કપલ બોક્સ ચાલતું હોવાની માહિતી સયાજીગંજ પોલીસને મળતાં દરોડો પાડવામાં આવ્યો હતો. કેફેમાં તપાસ કરતાં કપલ બોક્સમાથી 7 યુગલો પકડયા હતા. સાથે જ કપલ બોક્સના સંચાલકો વિરુદ્ધ જાહેરનામા ભંગનો ગુનો દાખલ કરાયો છે.
આ કેફેના દરવાજા પર યુવા પેઢીને આકર્ષક લખાણ લખવામાં આવ્યું હતું. કાફેના દરવાજા પર ‘અહી કપલને એકાંત મળશે’ તેવુ લખાણ લખાયુ હતું. એટલુ જ નહિ, કેફેમાં કપલ પાસેથી 1 કલાકના 250 રૂપિયા વસૂલવામાં આવતા હતા. રોજના 20 થી 25 કપલ આ કાફેની મુલાકાત લેતા હતા. આમ, કપલ બોક્સના સંચાલકો આ થકી હજારો રૂપિયાની કમાણી રોજ કરતા હતા.
મહત્વનું છે કે, પ્રેમી પંખીડાઓ એકાંત મેળવવા માટે અને નશાનું સેવન કરવા માટે આવા કપલ બોક્સમાં જવાનું પસંદ કરે છે. આવા કપલ બોક્સમાં અસામાજિક પ્રવૃત્તિઓ પણ થઈ રહી છે. ત્યારે પોલીસે દરોડો પાડીને કાર્યવાહી કરી હતી. પોલીસે દરોડા બાદ કાફેનું સંચાલન કરતા સાગર પોલાભાઈ રાવલીયા તેમજ સંચાલક ચેતન પાછા ભાઈ હડિયાની અટકાયત કરી હતી.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત
