Homeગુર્જર નગરીરાજકોટઃ પૂર્વ પ્રેમીના ત્રાસથી યુવતીની આત્મહત્યા, યુવકે ગાળો આપી માર માર્યો હોવાનો...

રાજકોટઃ પૂર્વ પ્રેમીના ત્રાસથી યુવતીની આત્મહત્યા, યુવકે ગાળો આપી માર માર્યો હોવાનો સ્યુસાઈડ નોટમાં ઉલ્લેખ

Team Chabuk-Gujarat Desk: રાજકોટ શહેરમાં પૂર્વ પ્રેમીના ત્રાસના કારણે યુવતીએ આત્મહત્યા કરીને જીવન ટૂંકાવી લેવાની ફરજ પડી છે. યુવતીએ ફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી છે. યુવતી પાસેથી સ્યુસાઈડ નોટ પણ મળી આવી છે. સ્યુસાઈડ નોટમાં ઉલ્લેખ પ્રમાણે યુવતીને સુનિલ કુકડીયા નામનો યુવક ત્રાસ આપતો હતો જેના કારણે યુવતીએ ફાંસો ખાઈને જીવન ટૂંકાવી લીધું છે. હાલ આ મામલે પોલીસે ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે.

બનાવની વિગતે વાત કરીએ તો, રાજકોટ શહેરની હરસિદ્ધિ સોસાયટીમાં રહેતી દિપાલી રાજુભાઈ પરમાર(ઉ.વ.25) નામની યુવતીએ ગઈકાલે પોતાના ઘરે ફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી. દિપાલીબેનના માતા-પિતા પ્રસંગમાં ગયા હતા. જેથી પરિણીત બહેન અને તેનો ભાઈ ઘરે હતા. ત્યારે દિપાલીએ રૂમમાં જઈ આત્મહત્યા કરી લીધી હતી. દિપાલીબેન બે ભાઈ બે બહેનમાં બીજા નંબરના હતા. તેઓએ કોલેજ સુધીનો અભ્યાસ કર્યો છે. બનાવ અંગેની જાણ થતાં યુનિવર્સિટી પોલીસના ઇકબાલભાઈ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. તપાસ કરતા

બનાવ મામલે પોલીસ સૂત્રોમાંથી જાણવા મળ્યું હતું કે, દિપાલી અને સુનિલ કુકડીયા નામના યુવકને પ્રેમસબંધ હતો. પરંતુ સુનિલની સગાઈ પાટણવાવ સ્થિત રહેતી યુવતી સાથે નક્કી થઈ જતા આ સંબંધનો અંત આવ્યો હતો. પરંતુ અન્ય યુવતી સાથે સગાઈ થઈ ગઈ હોય તેમ છતાં સુનિલ અવારનવાર દિપાલીને ફોન કરતો હતો અને સબંધ રાખવા દબાણ કરતો હતો. આ બનાવમાં દીપાલીના પિતા રાજુભાઈ પરમારની ફરિયાદ પરથી તેનાજ વિસ્તારમાં રહેતા સુનિલ રસિકભાઈ કુકડીયા(પ્રજાપતિ)સામે ફરિયાદ નોંધાવતા કલમ 306 હેઠળ ગુન્હો નોંધવામાં આવ્યો છે.

સમગ્ર મામલે મૃતક દિપાલીના પિતા રાજુભાઇ પરમારની ફરિયાદના આધારે યુનિવર્સિટી પોલીસ દ્વારા તેમના જ વિસ્તારમાં રહેતા સુનીલ રસિકભાઈ કુકડીયા સામે આઈપીસીની કલમ 306 હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. યોગાનું યોગ હરસિધ્ધિ સોસાયટીમાં રહેતી દિપાલી પરમારે જે દિવસે આત્મહત્યા કરી તેના આગલા જ દિવસે સુનિલની જાન પાટણવાવ ખાતે ગઈ હતી. દિપાલીએ આત્મહત્યા કરી લીધાની જાણ થતા વિવાહિત જોડું ઘરેથી ભાગી ગયાના સમાચાર સૂત્રો પાસેથી મળી રહ્યા છે.

ચર્ચાતી વાતો મુજબ એક સમયે સુનીલ અને દિપાલી વચ્ચે પ્રેમસંબંધ હતો. બંને એકબીજા સાથે લગ્ન પણ કરવાના હતા. પરંતુ કોઈ કારણોસર સુનિલની સગાઈ પાટણવાવ ખાતે અન્ય યુવતી સાથે થઈ હતી. ત્યારબાદ પણ સુનીલ દિપાલીને સંબંધ રાખવા મજબૂર કરતો હોવાનું પણ ચર્ચાઈ રહ્યું છે. સગાઈ બાદ પણ દિપાલીને માર મારી હોવાનું તેમજ દિપાલી અને તેના માતા-પિતાને ગાળો આપી શારીરિક-માનસિક ત્રાસ આપતો હોવાનું પણ સ્યુસાઈડ નોટમાં લખવામાં આવ્યું છે.

whatsapp group join link

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments