Team Chabuk-Gujarat Desk: સોશિયલ મીડિયા પર ખજૂરભાઈના નામે જાણીતા નીતિન જાની ફરી એકવાર ગરીબ પરિવારની મદદે આવ્યા છે. સાથે જ યુવાનો અને સામાજિક ધાર્મિક સંસ્થાઓને પણ જરૂરિયાતમંદ લોકોની મદદ કરવા અપીલ કરી છે.
આ વખતે નીતિન જાની બોટાદના સરવા ગામે પહોંચ્યા હતા અને સતત ચાર દિવસ ગરીબ પરિવારની પડખે ઉભા રહ્યા હતા. સરવા ગામે એક પરિવારનો મહેશ નામનો 22 વર્ષનો માનસિક દિવ્યાંગ યુવક છેલ્લા 6 વર્ષથી બાવળના ઝાડ નીચે દિવસ-રાત પસાર કરી રહ્યો હતો. જેને નીતિન જાનીએ તાત્કાલિક ઘર બનાવી આપ્યું. એટલું જ નહીં 22 વર્ષના દિકરાની સારવાર પણ કરાવી.
થોડા દિવસ પહેલાં નીતિન જાનીને પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર એક મેસેજ મળ્યો હતો જેમાં બોટાદના સરવા ગામે એક માનસિક દિવ્યાંગ યુવક વિશે લખ્યું હતુ. ખેડૂત પરિવાર પાસે વ્યવસ્થા ન હોવાથી પોતાના 22 વર્ષના પુત્રને બાવળના ઝાડ નીચે બાંધી રાખવા મજબૂર હતો. પુત્ર માનસિક દિવ્યાંગ હોવાથી તમામ લોકોને મારવા દોડતો હતો જેથી તેને સાકળથી બાંધી રખાયો હતો. એ પણ નિર્વસ્ત્ર.
નીતિન જાનીએ મેસજ મળ્યા બાદ જરા પણ મોડું ન કર્યું અને પોતાની ટીમ સાથે બોટાદના સરવા ગામે પહોંચી ગયા હતા. ગામમાં જે પીડિત પરિવાર હતો તેમને ત્યાં પહોંચીને જે દ્રશ્યો જોયા તેનાથી નીતિન જાનીનું હ્રદય કંપી ઉઠ્યું હતું. ધોમધમખતા તાપમાં માનસિક દિવ્યાંગ યુવકને બાંધી રખાયો હતો. તે નિરવસ્ત્ર હતો. જ્યારે તેને પાણીની બોટલ આપવામાં આવી તો તે થોડી જ ક્ષણોમાં આખી બોટલ સમાપ્ત કરી ગયો. ત્યારબાદ તેને થોડું જમવાનું પણ અપાયું હતું.
બીજી તરફ નીતિન જાનીએ તેના માટે એક દિવસમાં ઘર બનાવી આપ્યું હતું. ત્યારબાદ મહેશને નવડાવી, સ્વચ્છ કપડા પહેરાવી ખજૂરભાઈ અને તેમની ટીમે ગૃહપ્રવેશ કરાવ્યો હતો. એટલું જ નહીં ત્યારબાદ તેને ભાવનગરની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે મોકલ્યો હતો.
આ સમગ્ર મુદ્દે ખજૂરભાઈએ કહ્યું હતુ કે, જ્યારે પહેલાં દિવસે તેઓ અહીં આવ્યા ત્યારે મહેશ લોકોને મારવા દોડતો હતો પરંતુ ચાર દિવસ બાદ તે થોડો નોર્મલ થયો અને તમામ લોકોની સાથે બેઠો. તેમણે કહ્યું કે, વ્યવસ્થા પરિવર્તનથી બધુ શક્ય છે.
આ પરિવારની બીજી મોટી સમસ્યા પાણીની હતી. તેમની પાસે ખેતી કરવા માટે 1 વીઘા જમીન તો હતી પરંતુ પાણી ન હોવાથી પાક લઈ શકતા ન હતા. વાત ધ્યાને આવતા જ ખજૂરભાઈએ તાત્કાલિક ખેતરમાં બોર પડાવી આપ્યો હતો. સદનસીબે માત્ર 90 ફૂટે જ પાણી આવી ગયું હતું. ખજૂરભાઈએ કહ્યું કે, આસપાસના લોકોએ કહ્યું કે, તેઓએ 150 ફૂટથી વધુ ઉંડો ડાર મરાવ્યો હતો જો કે, ત્યા પાણી આવ્યું ન હતું.
બીજી તરફ ખેડૂત પરિવારે પણ ખજૂરભાઈ અને તેમની ટીમનો આભાર માન્યો હતો. મહેશના પિતા અને મહેશની બહેને કહ્યું હતું કે, લોકો અહી આવીને જોઈ જતાં રહેતા હતા પરંતુ અત્યાર સુધીમાં કોઈએ મદદ કરી ન હતી. માત્ર ખજૂરભાઈએ જ અમારી મદદ કરી છે. અમે તેમનો આભાર માનીએ છીએ.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત