Team Chabuk-Gujarat Desk: મહીસાગર જિલ્લાના લુણાવાડાના ચાર કોશિયા નાકા પાસે ટ્રક અને બાઇક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાતા એક જ પરિવારના ચાર લોકોના મોત થયા છે. એક જ પરિવારના ચાર લોકોના ઘટના સ્થળે જ મોત નિપજતાં સ્નેહીજનોમાં પણ શોક ફરી વળ્યો છે. અકસ્માતની આ ઘટનામાં પતિ-પત્ની અને બંને બાળકોના એકસાથે મોત થતાં પરિવારમાં શોકનું મોજુ ફરી વળ્યું છે. અકસ્માતનો ભોગ બનનાર પરિવાર લુણાવાડાના નોરાણી કોલોનીનો રહેવાસી હતો. પોલીસે ઘટનાસ્થળે પહોંચીને ચારેયના મૃતદેહો પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા છે.
બનાવની વિગતે વાત કરીએ તો, લુણાવાડાના ચાર કોશિયા પાસે ગત મોડી રાત્રે ટ્રક ચાલકે બાઈક પર જઈ રહેલા પિતા-માતા અને બે બાળકોને અડફેટે લીધા હતા. જેમાં બાઇક પર સવાર પરિવારના ચારેય સભ્યોના મોત થયા હતા. અકસ્માત થતાં રસ્તા પર લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા અને રસ્તા ટ્રાફિકજામ સર્જાયો હતો.ઘટનાની જાણ થતાં પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો. પોલીસે અકસ્માતમાં મોત નિપજનાર ચારેય સદસ્યોના મૃતદેહોને કોટેજ હોસ્પિટલમાં મોકલ્યા હતા. તેમજ પરિવારને અડફેટે લેનાર ટ્રક નંબર HR-47-7197 સહિત તેના ચાલકને ઝડપી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
મૃતકોના નામ
- હસન હાનિફ રહીમ નાઝી (ઉં.વ. 30), (રહે. નોરાણી કોલોની, લુણાવાડા)
- હોમેરા બીબી હસન નાઝી (ઉં.વ. 24), (રહે. નોરાણી કોલોની, લુણાવાડા)
- હુદ હસન નાઝી (ઉં.7 માસ), (રહે. નોરાણી કોલોની, લુણાવાડા)
- નોહ હસન નાઝી (ઉં.વ. 5), (રહે. નોરાણી કોલોની, લુણાવાડા)
અકસ્માતમાં 4 લોકોના મોત થતાં લોકોમાં આક્રોશ જોવા મળ્યો હતો. જેને પગલે નાયબ જિલ્લા પોલીસ વડાએ SOG, LCB સહિત લુણાવાડા પોલીસનો કાફલો ઘટના સ્થળે ખડકી દીધો હતો અને પોલીસે ટોળાને વિખેરીને મામલો પાડ્યો થાળે પાડ્યો હતો. પોલીસે ચારેયના મૃતદેહોને કોટેજ હોસ્પિટલમાં મોકલી આપ્યા હતા અને પોસ્ટમોર્ટમની કાર્યવાહી હાથ ધરી છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત
