Homeગુર્જર નગરીમહત્વનો નિર્ણયઃ કોરોનામાં મૃત્યુ પામનાર પોલીસના પરિવારને રાજ્ય સરકાર આપશે આટલા લાખની...

મહત્વનો નિર્ણયઃ કોરોનામાં મૃત્યુ પામનાર પોલીસના પરિવારને રાજ્ય સરકાર આપશે આટલા લાખની સહાય

Team Chabuk-Gujarat Desk: કોરોનાકાળમાં ખરા અર્થમાં વોરિયર્સ તરીકેની ભૂમિકા ભજવનાર ગુજરાત પોલીસને લઈને રાજ્ય સરકારે મહત્વનો નિર્ણય લીધો છે. કોરોનાકાળમાં મૃત્યુ પામનારા પોલીસ કર્મચારીઓના પરિવારજનોને સહાય આપવાનો રાજ્ય સરકારે મહત્વનો નિર્ણય લીધો છે. આ અંગે રાજ્યના ગૃહવિભાગે ઠરાવ પસાર કર્યો છે. આ ઠરાવ અનુસાર કોરોનાકાળમાં મૃત્યુ પામનાર પોલીસ કર્મચારીના સ્વજનને 25 લાખની સહાય ગુજરાત સરકાર દ્વારા આપવામાં આવશે. કોરોનામાં મૃત્યુ પામેલા પોલીસ કર્મચારીના પત્ની અથવા પતિ, વિકલાંગ સંતાન, ત્યારબાદ અન્ય સંતાન અને ત્યારબાદ મૃતકના માતા પિતાને સહાય મળી શકશે. કોઈ પણ જાતની આવક મર્યાદા વગર જુના ઠરાવને ધ્યાને રાખી રાજ્યના ગૃહ વિભાગે સહાય ચુકવવા ઠરાવ કર્યો છે. 

આ કમર્ચારીઓન પરિવારને સહાય મળશે

રાજ્ય સરકારના ગૃહવિભાગ દ્વારા બહાર પાડવામાં આવેલા ઠરાવ પ્રમાણે કોરોનાકાળ દરમિયાન કોરોનાથી સંક્રમિત થયેલા અને મૃત્યુ પામેલા પોલીસદળ, હોમગાર્ડ, સિવિલ ડિફેન્સ, GRD, ટ્રાફિક બ્રિગેડ, જેલ તંત્રના સુરક્ષા કમર્ચારી અને અધિકારીના અવસાનના કિસ્સામાં તેમન આશ્રિત, પરિવારને 25 લાખની સહાય ગુજરાત સરકાર દ્વારા ચુકવવામાં આવશે.

whatsapp group join link

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments