Homeતાપણુંજિજ્ઞેશ મેવાણીની મુશ્કેલી વધી, મહેસાણા સેશન્સ કોર્ટે આપ્યો મહત્વનો આદેશ

જિજ્ઞેશ મેવાણીની મુશ્કેલી વધી, મહેસાણા સેશન્સ કોર્ટે આપ્યો મહત્વનો આદેશ

Team Chabuk-Political Desk: બનાસકાંઠાના વડગામના અપક્ષ ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણીની મુશ્કેલીમાં ફરી એક વખત વધારો થયો છે. ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણી ગુજરાત બહાર નહીં જઈ શકે. મહેસાણાની સેશન્સ કોર્ટે જિજ્ઞેશ મેવાણીના ગુજરાત બહાર જવા પર પ્રતિબંધ મૂક્યો છે. જેથી ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણી કોર્ટના આદેશ બાદ ગુજરાત બહાર નહીં જઈ શકે.

મહત્વનું છે કે, મહેસાણાની સેશન્સ કોર્ટે વર્ષ 2017માં મંજૂરી વિના રેલી કાઢવા બાબતના એક કેસમાં આ આદેશ આપ્યો છે. મંજૂરી વિના રેલી કાઢવા બાબતે સેશન્સ કોર્ટમાં જિજ્ઞેશ મેવાણી વિરુદ્ધ કેસ ચાલી રહ્યો છે. આ કેસમાં પાસપોર્ટ જમા કરાવીને અન્ય ગુનામાં સામેલ ન થવાની શરતે કોર્ટે જામીન આપ્યા હતા. આ કેસમાં જિજ્ઞેશ મેવાણી અને એનસીપી નેતા રેશ્મા પટેલને મહેસાણા સેશન્સ કોર્ટે ત્રણ મહિનાની જેલની સજા ફટકારી છે. સાથે કોર્ટે એક હજાર રૂપિયાનો દંડ પણ ફટકાર્યો છે. રેશ્મા પટેલ અને જિજ્ઞેશ મેવાણી સહિત 12 આરોપીઓને કોર્ટે સજા ફટકારી છે. મહેસાણા પોલીસે તેમની સામે ભારતીય દંડ સંહિતા (IPC) ની કલમ 143 હેઠળ ગેરકાયદેસર રીતે ભેગા થવાનો કેસ નોંધ્યો હતો કારણ કે તેમને માર્ચ યોજવાની મંજૂરી આપવામાં આવી ન હતી. પોલીસે આ કેસમાં 12 લોકો સામે ચાર્જશીટ દાખલ કરી હતી. 12 જુલાઇ 2017 ના રોજ, મેવાણી અને તેના સહયોગીઓએ ઉનામાં કેટલાક દલિતોને જાહેરમાં માર માર્યાના એક વર્ષને ચિહ્નિત કરવા માટે મહેસાણાથી બનાસકાંઠા જિલ્લામાં ધાનેરા સુધીની ‘આઝાદી કૂચ’નું નેતૃત્વ કર્યું. તે સમયે દલિતોની મારપીટને લઈને રાજ્યમાં જોરદાર આંદોલન થયું હતું.

whatsapp group join link

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments