Homeગુર્જર નગરીવિચિત્ર કિસ્સોઃ સુરતમાં દુષ્કર્મ પીડિતાએ આરોપીનો પક્ષ લઈને કહ્યું, જામીન આપી દો,...

વિચિત્ર કિસ્સોઃ સુરતમાં દુષ્કર્મ પીડિતાએ આરોપીનો પક્ષ લઈને કહ્યું, જામીન આપી દો, મારી જ ભૂલ હતી કે હું તેની સાથે ગઈ

Team Chabuk-Gujarat Desk: રાજ્યમાં દુષ્કર્મના અનેક કેસ નોંધાઈ રહ્યા છે અને આ કેસમાં દુષ્કર્મીઓને આકરી સજા પણ કોર્ટ દ્વારા ફટકારવામાં આવી છે. પરંતુ સુરતમાં એક વિચિત્ર કિસ્સો નોંધાયો છે. આ કેસમાં દુષ્કર્મ પીડિતાએ ન્યાય માંગવાની જગ્યાએ આરોપીનો પક્ષ લઈને તેનો બચાવ કર્યો હોવાનું જાણવા મળ્યું છે. કોર્ટ સમક્ષ દુષ્કર્મ પીડિતાએ જ કહ્યું કે, આરોપીને જામીન આપી દો, મારી જ ભૂલ હતી કે હું તેની પાસે ગઈ હતી. દુષ્કર્મ પીડિતાની આ વાત સાંભળીને કોર્ટમાં સોપો પડી ગયો હતો. જો કે પીડિતાએ આવું નિવેદન કેમ આપ્યું તે અંગે પણ સૌ કોઈ આશ્ચર્યચકિત છે.

મળતી પ્રમાણે સુરતના કતારગામ પોલીસ સ્ટેશનમાં એક દુષ્કર્મનો કેસ નોધાયો હતો. જેમાં પોલીસે ફરિયાદના આધારે આરોપીને ઝડપી લીધો અને કોર્ટમાં હાજર કરાયો હતો. ત્યારબાદ આરોપી દ્વારા કરવામાં આવેલી જામીન અરજી કરવામાં આવી હતી. એક બાજુ પીડિતા તરફથી સરકારી વકીલે જામીન નામંજૂર થાય તેવી દલીલો કરી હતી, તો આરોપી તરફથી વકીલે જામીન મંજૂર કરવાની દલીલ કરી હતી. તે દરમિયાન પીડિતાએ જાતે કોર્ટમાં આરોપીને જામીન આપવા માટે જણાવ્યું હતું. પીડિતા કોર્ટને જણાવ્યુ કે, આ કામના અરજદારને જામીન મુકત કરવો જોઇએ. તેની સાથે હું ગઇ હોવાથી મારી પણ ભૂલ છે. કોર્ટમાં પીડિતાની દલીલ સાંભળીને સૌ કોઈને આશ્ચર્ય થયું હતું.

આખરે આરોપીના વકીલ અને પીડિતા દ્વારા કહેવામાં આવતા કોર્ટે જામીન મંજૂર કર્યા હતા અને કોર્ટે નોંધ્યું હતું કે ફરિયાદી તરફે આરોપીના જામીન નામંજૂર કરવા માટે રજૂ કરેલાં કારણો પૂરતા નથી.

સુરતના કતારગામ પોલીસમાં હીરા ઘસવાનું કામ કરતા આરોપી સામે એક 17 વર્ષની કિશોરી પર દુષ્કર્મ કરવાનો ગુનો નોંધાયો હતો. પોલીસે ફરિયાદીના આધારે આરોપી વિરુદ્ધ કલમ 363,366 અને 376(2)(એન)ઉપરાંત પોકસો એક્ટ હેઠળ ગુનો દાખલ કરી તેની ધરપકડ કરી હતી.

whatsapp group join link

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments