Homeતાપણુંમુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ કોરોના પોઝિટિવ

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ કોરોના પોઝિટિવ

Team Chabuk-Political Desk: રાજ્યમાં ફરી એક વખત કોરોના વાઇરસ ધીમે પગલે આગળ વધી રહ્યો છે. રાજ્યમાં કોરોનાના કેસમાં વધારો જોવા મળી રહ્યો છે ત્યારે એક મહત્વના સમાચાર મળી રહ્યા છે.ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ કોરોનાની ઝપેટમાં આવી ગયા છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને કોરોનાના હળવા લક્ષણો દેખાતા ટેસ્ટ કરવામાં આવ્યો હતો જે પોઝિટિવ આવ્યો છે. હાલ તેઓ તેમના નિવાસસ્થાને આઈસોલેશનમાં છે અને તમની હાલ તબિયત સ્થિર છે. મુખ્યમંત્રી કોરોના પોઝિટિવ આવતાં આજે યોજાનારી બેઠક રદ કરવામાં આવી છે.

ગતરોજ રાજ્યમાં નવા 450થી વધુ કોરોના કેસ નોંધાયા છે. અમદાવાદમાં સૌથી વધુ કોરોનાના કેસ નોંધાયા છે. અમદાવાદ પછી સુરત, વડોદરામાં કોરોના કેસ વધી રહ્યા છે. અમદાવામાં આજે કોરોનાના સૌથી વધુ કેસ નોંધાયા છે.

whatsapp group join link

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments