Team Chabuk-Gujarat Desk: રાજ્યમાં હજુ સાર્વત્રિક વરસાદની રાહ જોવાઈ રહી છે. ઘણા વિસ્તારોમાં સારો વરસાદ પડ્યો છે પરંતુ હજુ ઘણા વિસ્તારોમાં ખેડૂતો અને લોકો વરસાદની રાહ જોઈ રહ્યા છે ત્યારે રાજ્યમાં આગામી પાંચ દિવસ ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે, આગામી 4 જુલાઇથી 7 જુલાઇ સુધી ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત તથા ઉત્તર ગુજરાતના કેટલાક જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની આગાહીના પગલે NDRF સતર્ક થઈ છે. 7 જુલાઇના રોજ વલસાડ અને નવસારીમાં અને 8 જુલાઇના રોજ ભરૂચ અને સુરતમાં ધોધમાર વરસાદની આગાહી કરવામાં આવી છે જેના પગેલે અહીં લોકોને સાવચેત રહેવાની અપીલ કરાઈ છે.
આગામી 4 જુલાઇના રોજ બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, વલસાડમાં ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે. 5 જુલાઇના રોજ દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, ભરૂચ સુરત, નવસારી અને વલસાડમાં ભારે વરસાદની આગાહી કરાઈ છે.
હવામાન વિભાગની આગાહી અનુસાર, 6 જુલાઇના રોજ બોટાદ, અમરેલી, ભાવનગર, અમદાવાદ, ખેડા, પંચમહાલ, વડોદરા, છોટા ઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી અને ડાંગમાં ભારે વરસાદની આગહી છે. તો 6 જુલાઇના રોજ વલસાડ, નવસારી અને દમણમાં ધોધમાર વરસાદની આગાહી છે જેના પગેલે અહીં લોકોને સાવચેત રહેવાની વોર્નિંગ અપાઈ છે. હવામાન વિભાગની આગાહી અનુસાર, 7 જુલાઇના રોજ દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, બોટાદ, અમરેલી, ભાવનગર, આણંદ, વડોદરા, ભરૂચ, સુરતમાં ભારે વરસાદની આગહી છે. 7 જુલાઇના રોજ વલસાડ અને નવસારીમાં ધોધમાર વરસાદની આગાહી છે જેના પગલે અહીં લોકોને સાવચેત રહેવાની વોર્નિંગ અપાઇ છે. હવામાન વિભાગની આગાહી અનુસાર, 8 જુલાઇના રોજ બોટાદ, અમરેલી, ભાવનગર, નવસારી, તાપી, ડાંગ, વલસાડમાં ભારે વરસાદની આગહી છે અને 8 જુલાઇના રોજ ભરૂચ અને સુરતમાં ધોધમાર વરસાદની આગાહી છે જેના પગલે અહીં લોકોને સાવચેત રહેવા જણાવવામાં આવ્યું છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત
