Team Chabuk-Gujarat Desk: વડોદરા શહેરમાં રખડતાં શ્વાનનો આતંક સામે આવ્યો છે. વડોદરા શહેરના સમતા વિસ્તારમાં રખડતું શ્વાન ઘરમાં ઘોડિયામાં સૂતેલી પાંચ મહિનાની બાળકીનું માથું ફાડીને લોહી ચાટવા લાગ્યું હતું. ત્યારે માતાએ ભારે જહેમત બાદ દીકરીને બચાવી હતી.
સમતા વિસ્તારના વૈકુંઠ ફ્લેટમાં આ ઘટના બની છે. ફ્લેટના એક ઘરમાં અચાનક શ્વાન ઘૂસી આવ્યો હતો. માતા ઘરમાંથી પાણી ભરવા માટે બહાર નળ પાસે ગઈ અને દરવાજો ખુલ્લો હોવાથી શ્વાન ઘરમાં ઘૂસી ગયું હતું. કુતરાએ ઘોડિયામાં સુતેલી પાંચ મહિનાની જાનવી નામની બાળકી પર હુમલો કર્યો હતો. શ્વાને પહેલા બાળકીનું માથું ફાડી નાખ્યું હતું અને બાદમાં તેનું લોહી ચાટવા લાગ્યું હતું. આ જોઈને તુરંત જ દીકરીના માતા દોડી આવ્યા હતા. માતાએ શ્વાનને ભગાડવાનો પ્રયાસ કર્યો છતાં શ્વાન ત્યાંથી ખસ્યું ન હતું જેથી માતાએ બાળકીને હાથમાં ઊંચકી લીધી અને બાળકીને બચાવી ઘરમાંથી ભાગી ગઈ હતી. તો ઈજાગ્રસ્ત બાળકીને વડોદરાની ગોત્રી મેડિકલ હોસ્પિટલમાં ગંભીર હાલતમાં દાખલ કરવામાં આવી હતી. બાળકીના માથામાં 15 ટાંકા આવ્યા હોવાનું પણ જાણવા મળ્યું છે.
બનાવ પગલે વિસ્તારમાં શ્વાનના ભયથી નાગરિકોએ ઘરમાંથી બહાર નીકળવાનું બંધ કર્યુ છે. છતાં વડોદરામાં મ્યુનિસિપલ કોર્પોરેશનું તંત્ર જાણે ઘોર નિંદ્રામાં હોય તેવી સ્થિતિ દેખાઈ રહી છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત
