Team Chabuk-Gujarat Desk: વડોદરા-હાલોલ રોડ પર ફરી એકવાર ગમખ્વાર અકસ્માત સર્જાયો જેમાં ત્રણ મિત્રોના કમકમાટીભર્યાં મોત થયા છે. બાઈક પર જઈ રહેલા ત્રણ મિત્રોને ડમ્પરે અડફેટે લીધા હતા. જેમાં તેમનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. તો સૌથી ચોંકાવનારી વાત એ જે કે ત્રણ મિત્રોમાંથી એક મિત્રનો એ જ દિવસે જન્મદિવસ હતો. બનાવની જાણ થતાં પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે લઈ જવાયા હતા.
વડોદરાથી 5 મિત્ર બે બાઈક પર સવાર થઈને પાવાગઢ દર્શન માટે નીકળ્યા હતા. આ સમયે વડોદરા-હાલોલ રોડ પર બાઈક અને ડમ્પર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમાં બાઈક પર સવાર ત્રણેય મિત્રનાં ઘટનાસ્થળે જ મોત થયાં હતા. મૃતક યુવકોમાં એક દેવાગઢ બારિયા, એક લુણાવાડા અને એક દાહોદના ગરબાડાનો રહેવાસી હતો. ત્રણેની ઉંમર 20 વર્ષ છે. મૃતકો પૈકી રોનક પરમાર વડોદરામાં માતા-પિતા સાથે ભાડાના મકાનમાં રહેતો હતો. જ્યારે અન્ય બે યુવક હોસ્ટેલમાં રહેતા હતા.
ઘટનાની જાણ થતાં મૃતક યુવાનોનાં પરિવારજનો હાલોલ રેફરલ હોસ્પિટલ પહોંચ્યા હતા. ત્રણ મૃતકમાંથી વિરેન્દ્ર ગોહિલ અને રોનક પરમાર વડોદરાની સિગ્મા કોલેજમાં અભ્યાસ કરતા હતા. જ્યારે જયેન્દ્ર પટેલ વડોદરાની સુમનદીપ કોલેજમાં અભ્યાસ કરતો હતો. મૂળ લુણાવાડાના લીંબડિયા ગામના રહેવાસી રોનક પરમારનો જન્મદિવસ હતો. અને એ જ દિવસે જ રોનકનું મોત થયું હતું, જેથી પરિવારજનો શોકમાં ગરકાવ થઈ ગયા છે. મૃતકોના નામ વિરેન્દ્ર ભરતભાઈ ગોહિલ (ઉં.20), (રહે.ગાંગરડી, તા.ગરબાડા જિ.દાહોદ) જયેન્દ્ર સંજયભાઈ પટેલ (ઉં.20), (રહે. દેગાવાડા, તા. દે.બારિયા, જિ. દાહોદ) રોનક ધનાભાઈ પરમાર (ઉં.20), (રહે. લીંબડિયા, તા. લુણાવાડા, જિ. મહીસાગર) હોવાનું જાણવા મળ્યું છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત
