Homeગુર્જર નગરીસોમનાથ-ભાવનગર હાઈવેનું કામ સમયસર પૂર્ણ ન થતાં વાહન ચાલકોને હાલાકી

સોમનાથ-ભાવનગર હાઈવેનું કામ સમયસર પૂર્ણ ન થતાં વાહન ચાલકોને હાલાકી

શૈલેષ નાઘેરાઃ સરકાર કોઇ કામ કરે અને એમાં ક્ષતિ ન હોય તો એ કામ સરકારે કર્યું હોવાનું સાબિત ન થાય, સરકાર એવા લોકોને જ કામ સોંપે જ ભૂલ કરવામાં માહેર હોય. આવી જ એક ભૂલનું પરિણામ ચોમાસાની ઋતુમાં સોમનાથવાસીઓ  ભોગવી રહ્યાં છે. વેરાવળ તાલુકાના કાજલીયાર્ડથી પસાર થતો હિરણ નદીના પુલમાં એક એક ફૂટના ગાબડાઓ પડી ગયા છે. આવી સ્થિતિ સર્જાવા પાછળનું કારણ એ છે કે, જ્યારે પુલ બનાવવામાં આવ્યો ત્યારે પુલ પરથી પાણી નિકળવાની કોઇ વ્યવસ્થા રાખવામાં આવી ન હતી. પુલ પરથી પાણીની નિકાલની વ્યવસ્થા ન હોવાથી ડામર ધોવાઇ ગયો અને પુલ પરથી પસાર થનાર વાહન ચાલકની મફતમાં મસાજ થઇ જાય.

પુલ બન્યાને લગભગ 45 વર્ષ થયા છે. પુલની સ્થિતિ એવી છે કે ગમે ત્યારે પડી શકે છે. અનેક રજૂઆત કરી હોવા છતાં પુલમાં સામાન્ય રિપેરિંગ કરીને ગાડુ ગબડાવવામાં આવી રહ્યું છે. વડાપ્રધાન, મુખ્યમંત્રી અને મંત્રીઓ જો રસ્તા પરથી પસાર થવાના હોય તો થોડીક કલાકોમાં જ રસ્તો ચકાચક થઈ જાય છે પણ ચોમાસામાં પુલ પર પડેલા ખાડા દિવસોના દિવસો વીતી જાય તો પણ કોઈ ધ્યાન દેતું નથી. બની બેઠેલા નેતાઓ પણ ચૂંટણી આવે ત્યારે જ રસ્તા બનાવવા અને રિપેર કરવા સક્રિય થઈ જશે.

સોમનાથ-ભાવનગર નેશનલ હાઇવેનું કામ વર્ષ 2016માં શરૂ થયું હતુ. આ કામ દોઢ વર્ષમાં પૂર્ણ કરવાનું હતું જે ન થયું અને વધારે સમય મર્યાદા સાથે 22 માસ કર્યા, પરંતુ 22 માસના આજે 4 વર્ષ વીતી જવા છતાં કામ પૂરું થયુ નથી. બેજવાબદાર તંત્રના અધિકારીઓ દ્વારા સમયસર કામ પૂરું ન કરતા લોકો હેરાન થઈ રહ્યા છે.

whatsapp group join link

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments