Team Chabuk-Gujarat Desk: રાજકોટમાં ગુનાખોરી વધી રહી છે. નાની નાની વાતોમાં મામલો હત્યા સુધી પહોંચી જતો હોય છે. ત્યારે આવી જ એક વધુ ઘટના રાજકોટ શહેરના પોશ વિસ્તારમાં બની છે. જેમાં માત્ર ચાર હજાર રૂપિયાની ઉઘરાણી બાબતે પટેલ યુવકની નિર્મમ હત્યા કરી દેવામાં આવી છે.
મળતી વિગતો અનુસાર માત્ર ચાર હજાર રૂપિયાની ઉધરાણી મામલે ગત તારીખ 13 જુલાઈના રોજ પટેલ યુવક પર છરી વડે હુમલા કરવામાં આવ્યો હતો. આ હુમલામાં યુવકને એટલી ગંભીર ઈજા પહોંચી હતી કે, તેનું સારવાર દરમિયાન મોત નિપજ્યું છે.
આ ઘટના રાજકોટ શહેરના અતિ પોશ ગણાતા અમીન માર્ગ પર બની હતી. 13 જુલાઈના રોજ અમીન માર્ગ પર સાંજના સમયે મૌલિક ઉર્ફે ભોલો કાકડીયા નામના યુવાન પર બે શખ્સોએ છરી વડે હુમલો કર્યો હતો. હુમલા બાદ મૌલિકને તાત્કાલિક સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. જો કે સારવાર દરમિયાન મૌલિકે અંતિમ શ્વાસ લીધા હતા. જેથી આ હુમલાની ઘટના હત્યામાં પરિણમી હતી. તો બીજી તરફ આ ઘટનાની જાણ પોલીસને કરવામાં આવતા પોલીસે હત્યા નિપજાવનાર બંન્ને શખ્સોની ધરપકડ કરી લીધી છે અને આગળની કાર્યવાહી હાથ ધરી છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત
