Homeગુર્જર નગરીગીર સોમનાથઃ હિરણ-૨ ડેમના બે દરવાજા ખોલાયા, શિંગોડા ડેમમાં પણ ૭૫% કરતાં...

ગીર સોમનાથઃ હિરણ-૨ ડેમના બે દરવાજા ખોલાયા, શિંગોડા ડેમમાં પણ ૭૫% કરતાં વધારે પાણીની આવક

Team Chabuk-Gujarat Desk: ઉપરવાસમાં સતત પડી રહેલા વરસાદના કારણે ગીર સોમનાથના નદી-નાળા તેમજ જળાશયો અને ડેમ પણ છલકાવાની તૈયારી છે. જેના કારણે વહીવટી તંત્ર દ્વારા વેરાવળ અને તાલાલા તાલુકાના કુલ ૧૩ ગામોને એલર્ટ કરાયા છે ઉપરાંત નીચાણવાળા વિસ્તારના ગામોના લોકોને નદીના પટમાં અવરજવર ન કરવા માટે તેમજ ઢોર-ઢાંખર ન લઈ જવા (હાઈએલર્ટ) તેમજ સંપૂર્ણપણે સતર્કતા રાખવા માટે જણાવાયું છે.

હિરણ-૨ જળાશય હેઠળના અસરગ્રસ્ત ગામમાં તાલાળા તાલુકાના ઉમરેઠી, માલજિંજવા તેમજ સેમરવાવનો સમાવેશ થાય છે જ્યારે વેરાવળ તાલુકાના ભેરાળા, મંડોર, ઈશ્વરિયા, ઈન્દ્રોઈ, નાવદ્રા, સોનારિયા, સવની, બાદલપરા, મીઠાપુર, કાજલી, પ્રભાસપાટણનો સમાવેશ થાય છે.

નોંધનીય છે કે, ઉપરવાસમાં ભારેથી અતિભારે વરસાદ થતાં ગીર સોમનાથના હિરણ-૧ તેમજ હિરણ-૨ ડેમ ૮૫% કરતા વધારે ભરાયા છે. જેથી હવે હિરણ-૨ ડેમના બે દરવાજા ખોલવામાં આવ્યા છે.  તો શિંગોડા ડેમમાં પણ ૭૫% કરતા વધારે પાણીની આવક થઈ છે. નાગરિકોને મદદ મળી રહે તે માટે કંટ્રોલરૂમ પણ ૨૪X૭ કાર્યરત રાખવામાં આવ્યો છે. કોઈપણ મુશ્કેલી પર જિલ્લા કંટ્રોલરૂમ ૦૨૮૭૬-૨૮૫૦૬૩/૬૪ પર સંપર્ક કરવો.

ક્રમજળાશયનું નામજળાશયનીઉંચાઇ મીટરડેમમાં ભરાયેલ કૂલ પાણીની ટકાવારીઆજની સ્‍થિતિએ કૂલ જથ્થો ઘન મીટરમાં૨૪ કલાકમાંવરસાદ મી.મી.માંડેમના દરવાજા        
હિરણ-૧૧૨.૯૬૮૪.૮૧૧૭.૧૫૪૧૧૮૦૦
હિરણ-૨૮.૮૪૮૭.૪૩૩૩.૭૩૧૫૮૦૭
શિંગોડા૧૮.૮૦૭૭.૮૦૨૮.૩૧૯૮૮૦૬
મચ્‍છુન્‍દ્રી૧૦.૦૦૬૫.૭૭૨૦.૯૪૨૪૫૦૦
રાવલ૧૯.૦૦૫૭.૯૯૧૫.૫૦૩૮૬૦૬
whatsapp group join link

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments