Homeદે ઘુમા કેકોમનવેલ્થ ગેમ્સમાં ભારત સામે હાર બાદ પાકિસ્તાની ખેલાડીએ કહ્યું, અમારે ત્યાં ભારત...

કોમનવેલ્થ ગેમ્સમાં ભારત સામે હાર બાદ પાકિસ્તાની ખેલાડીએ કહ્યું, અમારે ત્યાં ભારત જેવી સુવિધા નથી..

Team Chabuk-Sports Desk: હાલ બર્મિંઘમમાં કોમનવેલ્થ ગેમ્સ-2022નું આયોજન કરાયું છે. જેમાં વિશ્વભરના ખેલાડીઓ વિવિધ રમતોમાં ભાગ લઈ રહ્યા છે. ત્યારે ભારતે શુક્રવારના રોજ બેડમિન્ટનમાં પાકિસ્તાનને 5-0 થી કારમી હાર આપી હતી. આ હાર બાદ પાકિસ્તાની ખેલાડીનું એક મહત્વનું નિવેદન સામે આવ્યું છે. જે પાકિસ્તાનની સ્થિતિનું વર્ણન કરે છે. ભારત સામે મળેલી હાર બાદ પાકિસ્તાનની જાણીતી બેડમિન્ટન ખેલાડી મહૂર શહઝાદે કહ્યું કે, જો અમારી પાસે ભારત જેવી સુવિધાઓ હોત તો અમે પણ સારું પ્રદર્શન કર્યું હોત. મહૂરે કહ્યું કે, પાકિસ્તાનમાં ભારત જેવી આંતરરાષ્ટ્રીય એકેડમી પણ નથી.

મહૂરે એક ન્યૂઝ ચેનલ સાથે વાતચીત કરતાં જણાવ્યું કે, ભારત વિશ્વની સૌથી સારી ટીમમાંથી એક છે. તેઓ ગત કોમનવેલ્થ ગેમ્સમાં ચેમ્પિયન બની હતી. અમે અહીંયાથી શીખીને ટીમને મજબૂત કરીશું. મહૂરે કહ્યું કે, પીવી. સિંધુ વર્લ્ડ ચેમ્પિયન છે. તેની રમત જોવાની ખૂબ જ મજા આવી. પાકિસ્તાનમાં રમત-ગમતને કેવો સહકાર મળે છે તે વિશે વાત કરતાં કહ્યું કે, અમારે ત્યાં કોઈ આંતરરાષ્ટ્રીય કક્ષાની એકેડમી પણ નથી. ભારતમાં તો દરેક જગ્યાએ આવી સુવિધા છે.

મહૂરે પાકિસ્તાનની સ્થિતિ અંગે વાત કરતાં કહ્યું કે, અમારે જાતે જ ટ્રેનિંગ લેવી પડે છે. અમે પણ ઈચ્છીએ છીએ કે ભારતમાં જેવી રીતે બેડમિન્ટન પર ધ્યાન દેવામાં આવી રહ્યું છે તેવું જ અમારા દેશમાં પણ થાય. અમારા દેશમાં ફોકસ રમત ગમત પર નથી. કેમ કે દેશની હાલત સારી નથી. અત્યારે લોકોને ખાવા-પીવાની અને રહેવાની મદદ કરવાની કોશિશ કરવામાં આવી રહી છે.

whatsapp group join link

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments