Team Chabuk-Gujarat Desk: શરદપૂર્ણિમાંના દિવસે જગત જનની મા અંબાની મંગળા આરતી સવારે 6 કલાકે કરાઈ હતી. આરતી ટાણે માં અંબાના માઈ ભક્તો ભાવવિભોર બન્યાં હતા. ત્યાં જ માં અંબાના દિવ્ય દર્શન અને મંગળા આરતીનો લાભ લેવા માટે દર્શનાર્થીઓની વહેલી સવારથી મોટી કતારો લાગી હતી. શરદ પૂર્ણિમા નિમિત્તે યાત્રાધામ અંબાજી યાત્રાળુઓથી ઉભરાઈ ગયું હતું અને માં અંબાના ચાચર ચોકમાં પણ માઇ ભક્તોનો ઘસારો જોવા મળ્યો હતો. મંદિરમાં માં અંબાની જય-જયકાર સાથે ભક્તિનો માહોલ સર્જાયો હતો.
શક્તિપીઠ અંબાજીમાં આજે શરદ મહોત્સવની ઉજવણી થઇ હતી. જે અંતર્ગત અંબાજીના ચાંચર ચોકમાં મહાઆરતીનું આયોજન કરાયું હતું. જેમાં 30 હજાર દીપ પ્રગાટાવવામાં આવ્યા હતા. જેમા ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી સહિત અનેક નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા, સાથે જ ધારાસભ્યો અને સાંસદ સભ્યો પણ ઉપસ્થિત રહ્યા હતા.
શરદ પૂર્ણિમાની રાતે હજારો દીવડાઓની રોશનીથી ઝગમગી ઉઠ્યું મા અંબાનું શક્તિપીઠ!#Ambaji pic.twitter.com/VoGPxu9Mns
— Harsh Sanghavi (@sanghaviharsh) October 9, 2022
રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી, રાજ્યમંત્રી કીર્તિસિંહ વાઘેલા, ધારાસભ્યોને, સંસદ સભ્યો સહીત કોંગ્રેસના ધારાસભ્ય કાંતિભાઈ ખરાડી પણ ઉપસ્થિત રહ્યા. અંબાજી મંદિર પરિષર સાહિત અંબાજીના બજારોમાં વેપારીઓને યાત્રિકોએ પણ દીપ પ્રગટાવી મહાઆરતીમાં ભાગ લીધો.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત