Team Chabuk-Gujarat Desk: અમદાવાદ શહેરમાં મેટ્રોની શરૂઆત થતા રજાના દિવસમાં લોકો મેટ્રોની સફર માણવા માટે પહોંચી જાય છે. રવિવારે રજાનો દિવસ હોવાથી મોટી સંખ્યામાં લોકો મેટ્રો ટ્રેનની મજા માણવા માટે પહોંચ્યાં હતા. વસ્ત્રાલ સ્ટેશન પર થોડા સમય માટે ટિકિટ બારી પર કોમ્પ્યુટર બગડી જતાં ટિકિટ મળી ન હતી. જેના પગલે લોકોએ હોબાળો કર્યો હતો. ઝડપથી ટિકિટ ન મળવાના કારણે પેસેન્જરોએ હોબાળો મચાવ્યો હતો. જો કે, થોડા સમયમાં ફરીથી કોમ્પ્યુટર શરૂ થઈ જતા લોકોને ટિકિટ મળી હતી. વિકેન્ડ અને રવિવારની રજા હોવાથી મોટી સંખ્યામાં લોકો ફરવા માટે નીકળ્યા હતા. એટલું જ નહીં, શહેરમાં નવું નજરાણું ઉમેરતા લોકો મેટ્રોની મુસાફરી માણવા માટે ઉમટી પડ્યા હતા. જેથી મેટ્રો ટ્રેનમાં સવારથી લોકોની ભીડ ઉમટી પડી હતી. દરેક સ્ટેશન પર લોકો મેટ્રો ટ્રેનમાં બેસવા માટે પહોંચ્યા હતા. ત્યારે વસ્ત્રાલ સ્ટેશન પર આવેલી ટિકિટ બારીમાં ટિકિટ ન મળતા લોકોએ હોબાળો મચાવ્યો હતો.
મેટ્રો રેલના અધિકારીના જણાવ્યા મુજબ ટિકિટ બારી ઉપર આવેલા ત્રણમાંથી એક કાઉન્ટરનું કોમ્પ્યુટર બગડી જતાં બંધ થઈ ગયું હતું. બીજા બે કાઉન્ટર પરથી ટિકિટ મળતી હતી. જોકે થોડા સમયમાં જ કોમ્પ્યુટર ફરીથી ચાલુ થઈ જતાં લોકોને ટિકિટ મળી હતી. સર્વર ડાઉન થયું હોય તેવી કોઈ ઘટના બની ન હતી.
પૂર્વ- પશ્ચિમ કોરિડોર પરના કાલુપુર રેલવે સ્ટેશન, ઘી કાંટા, શાહપુર,જૂની હાઈકોર્ટ (વિનિમય), એસપી સ્ટેડિયમ, કોમર્સ સિક્સ રોડ, ગુજરાત યુનિ., ગુરુકુલ રોડ, દુરદર્શન કેન્દ્ર તેમજ થલતેજ સ્ટેશનોનો સમાવેશ થાય છે. જ્યારે ઉત્તર- દક્ષિણ કોરિડોર પર મોટેરા, સાબરમતી, AEC, રાણીપ, વાડજ, વિજયનગર, ઉસ્માનપુરા, જૂની હાઈકોર્ટ, ગાંધીગ્રામ, પાલડી, શ્રોયસ, રાજીવનગર, જીવરાજ અને APMC મેટ્રો સ્ટેશનોનું ઉદઘાટન કરવામાં આવશે.
21 કિલોમીટર લાંબા આ કોરિડોરની ખાસિયત એ છે કે મેટ્રો ટ્રેન નદીની ઉપરથી પસાર થાય છે અને શહેરની નીચેથી પણ પસાર થાય છે. શહેરનો ભરચક ટ્રાફિકવાળા વિસ્તારની નીચેથી ટ્રેન પસાર થઈને કાંકરિયા પૂર્વમાં બહાર નીકળે છે. મેટ્રો ટ્રેન શાહપુર દરવાજાથી કાંકરિયા પૂર્વ સુધી અન્ડરગ્રાઉન્ડ 6.5 કિલોમીટર દોડે છે. આ અન્ડરગ્રાઉન્ડ ટનલમાં શાહપુર, ઘી કાંટા, કાલુપુર અને કાંકરિયા પૂર્વ એમ કુલ 4 સ્ટેશન આવે છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત