Homeગુર્જર નગરી'દ્રશ્યમ' ફિલ્મ જેવી હચમચાવતી ઘટના ગુજરાતમાં, પત્નીએ પ્રેમીને મળવા બોલાવ્યો, પતિએ હત્યા...

‘દ્રશ્યમ’ ફિલ્મ જેવી હચમચાવતી ઘટના ગુજરાતમાં, પત્નીએ પ્રેમીને મળવા બોલાવ્યો, પતિએ હત્યા કરી અને લાશને….

Team Chabuk-Gujarat Desk: અજય દેવગણની ફિલ્મ દ્રશ્યમ 2 થિયેટરમાં ધૂમ મચાવી રહી છે. આ ફિલ્મમાં એક સસ્પેન્સ ફિલ્મ છે. આ પ્રકારની એક મર્ડરની ઘટના રાજકોટના પડઘરીમાં બની છે. અહીં એક પરિણીત મહિલાએ તેના પ્રેમીને મળવા બોલાવ્યો હતો બાદમાં તેના પતિએ ભાઈ સાથે મળી પાઈપના ઘા મારી તેને મોતને ઘાટ ઉતાર્યો. બાદમાં લાશ ઢોર બાંધવાના વાડામાં દાટી દીધી હતી.

પોલીસ તપાસમાં ખુલ્યા મુજબ તરઘડી ગામમાં રહેતા અને છૂટક મજૂરી કરતા ગૌતમ ગોહેલ નામના યુવકની ગામમાં જ રહેતી પરિણીતા મધુ સાથે આંખ મળી ગઈ હતી. બાદમાં બન્ને ભાગી ગયા હતા, પરંતુ થોડા સમય બાદ બન્ને પરત પણ આવી ગયા હતા. જેનો ખાર પતિને ચડ્યો હતો અને ભાઈ સાથે મળી પૂર્વયોજીત કાવતરું ઘડ્યું હતું. મધુએ ફોન કરી પ્રેમી ગૌતમને ગવરીદળ ગામે મળવા બોલાવ્યો હતો. બાદમાં મધુના પતિ શૈલેષ અને તેના ભાઈ સાગરે પાઈપના ઘા મારી ગૌતમની હત્યા કરી હતી. બાદમાં લાશને પોતાના જ ઢોર બાંધવાના વાડામાં દાટી દીધી હતી.

આ ઘટનાનો પોલીસે કોલ ડિટેઇલના આધારે ભેદ ઉકેલી નાખ્યો છે. યુવકને ફોન કરનાર યુવતી અને બન્ને હત્યારાઓની ધરપકડ કર્યા બાદ આગવી ઢબે પૂછપરછ કરતા લાશ જે સ્થળે દાટી હતી તે બતાવ્યું હતું. પોલીસે લાશનો કબ્જો મેળવી આરોપીઓ સામે હત્યાનો ગુનો નોંધી તપાસનો શરૂ કરી છે.

પડધરીના તરઘડી ગામે રહેતા અને છૂટક મજૂરી કરતા જયંતીભાઈ ઘેલાભાઈ ગોહેલે પોલીસમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે તરઘડી ગામે જ રહેતા શૈલેશ ઉર્ફે કાળુ લક્ષ્મણ ઝાપડા, તેનો ભાઈ સાગર લક્ષ્મણ ઝાપડા અને કુવાડવા રહેતી મધુબેન હેમાભાઈ ગોહેલનું નામ આપ્યું છે. પોલીસ ફરિયાદમાં જણાવ્યા મુજબ ફરિયાદીનો પુત્ર ગૌતમ (ઉં.વ.23) ગત 14-11-2022થી ભેદી સંજોગોમાં લાપત્તા થયો હતો. જેની પડધરી પોલીસ મથકમાં જાણ કરવામાં આવી હતી. ગુમસુદા યુવાનની ભાળ મેળવવા પડધરીના PSI એમ.એચ. યાદવ સહિતના સ્ટાફે તેની કોલ ડિટેઇલ પર તપાસ શરૂ કરી હતી.

ગૌતમને છેલ્લો ફોન કુવાડવા રહેતી મધુ ગોહેલનો આવ્યો હતો. પોલીસે મધુ ગોહેલની અટકાયત કરી આગવી ઢબે પૂછપરછ કરતા ચોંકાવનારી હકીકતો બહાર આવી હતી. મધુ ગોહેલે પોતાના સાગર ઝાપડાના કહેવાથી જ ગૌતમને ફોન કરી મળવા માટે ગવરીદળ બોલાવ્યો હતો. 14 નવેમ્બરે ગૌતમ મધુને મળવા માટે ગવરીદળ પહોંચ્યો ત્યારે અગાઉથી જ બન્ને આરોપીઓ શૈલેષ ઝાપડા અને સાગર ઝાપડાએ ગૌતમને માથામાં પાઈપના ઘા ઝીંકી મોતને ઘાટ ઉતારી દીધો હતો. ત્યારબાદ લાશને વાહનમાં નાખી બન્ને આરોપીઓ પોતાના ઘરે લઈ ગયા હતા.

whatsapp group join link

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments