Homeવિશેષઆ શાનદાર SUV એ ભારતમાં બનાવ્યો મોટો રેકોર્ડ, લાખો ગ્રાહકો વેઈટિંગમાં

આ શાનદાર SUV એ ભારતમાં બનાવ્યો મોટો રેકોર્ડ, લાખો ગ્રાહકો વેઈટિંગમાં

Team Chabuk-Tech Desk: મારુતીની કાર બ્રેઝા સપ્ટેમ્બર 2022માં સૌથી વધુ વેચાતી SUV કાર બની છે. આ કારે સબ-કોમ્પેક્ટ SUV સેગમેન્ટમાં આવતી ઘણી લોકપ્રિય કારને પછાડી દીધી છે. બ્રેઝાના આકર્ષક ફીચર્સ ગ્રાહકોને આકર્ષી રહ્યા છે. આ જ કારણ છે કે સપ્ટેમ્બર 2022માં તેને સૌથી વધુ વેચાતી SUVમાં સામેલ કરવામાં આવી છે. બ્રેઝાએ ટાટા નેક્સનને પાછળ છોડીને ગેમ જીતી લીધી છે.

SUVs છેલ્લા કેટલાક વર્ષોમાં ભારતીય વપરાશકર્તાઓ માટે પસંદગીની કાર શ્રેણી તરીકે ઉભરી આવી છે. 2015-16ની સરખામણીમાં 2021-22માં સબ-કોમ્પેક્ટ SUV સેગમેન્ટમાં બમણાથી વધુ વધારો થયો છે. મારુતિ સુઝુકીએ આ સેગમેન્ટમાં જીત મેળવી છે. મારુતિ સુઝુકી દેશની સૌથી મોટી કાર ઉત્પાદકની યાદીમાં નંબર વન પર યથાવત છે. ગયા મહિને મારુતિ સુઝુકીએ બ્રેઝાના 15,445 યુનિટ્સનું વેચાણ કર્યું હતું, જ્યારે ગયા વર્ષે સપ્ટેમ્બરમાં 1,874 યુનિટ્સનું વેચાણ થયું હતું. એટલું જ નહીં, કંપનીએ હાલમાં જ તેનું ફેસલિફ્ટ મોડલ માર્કેટમાં લોન્ચ કર્યું છે. તેની કિંમત 7.99 લાખ રૂપિયાથી 13.96 લાખ રૂપિયા (એક્સ-શોરૂમ) વચ્ચે છે.

નવા બ્રેઝાના ફિચર્સ વિશે વાત કરીએ તો, હેડ-અપ ડિસ્પ્લે, ઇલેક્ટ્રિક સનરૂફ, 360 ડિગ્રી વ્યૂ કેમેરા, ટેલિસ્કોપિક સ્ટીયરિંગ વ્હીલ, સ્માર્ટપ્લે પ્રો+ ઇન્ફોટેનમેન્ટ સિસ્ટમ અને ઇન્ટિરિયર એમ્બિયન્ટ લાઇટિંગ જેવી ઘણી સુવિધાઓ છે. નવી બ્રેઝાની અંદર નવી અને આધુનિક ટેકનોલોજી જોવા મળે છે. એસયુવીને ઇલેક્ટ્રિક સનરૂફ, સ્માર્ટપ્લે પ્રો+ ઇન્ફોટેનમેન્ટ સિસ્ટમ, ડિજિટલ ઇન્સ્ટ્રુમેન્ટ ક્લસ્ટર, ડ્રાઇવર ડિસ્પ્લે મળે છે, જે ડ્રાઇવ મોડ અને ફ્યુઅલ ટાંકી સૂચક જેવી મહત્વપૂર્ણ માહિતી દર્શાવે છે.

whatsapp group join link

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments