Homeગુર્જર નગરીદારૂ પી પોર્ન વીડિયો જોઈ પત્ની સાથે અપ્રાકૃતિક સેક્સ કરતો પતિ, પરિણીતાએ...

દારૂ પી પોર્ન વીડિયો જોઈ પત્ની સાથે અપ્રાકૃતિક સેક્સ કરતો પતિ, પરિણીતાએ ફરીયાદ કરી અને….

Team Chabuk-Gujarat Desk: રાજકોટ શહેરમાં એક ખૂબ જ ચોંકવાનારી ઘટના બની છે. શહેરમાં એક પરિણીતાએ પતિ વિરુદ્ધ પોર્ન વીડિયો જોઈ દારૂ પી અપાકૃતિક સેક્સ કરતા અને પાંચ મહિનાની પુત્રી ઘોડિયામાં સૂતી હોય ત્યારે તેની પર પેશાબ કરતા મહિલા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે આરોપીને પકડવા તજવીજ હાજ ધરી છે. મહિલાએ પોલીસ ફરિયાદમાં જણાવ્યું હતું કે,પરિણીતા છેલ્લા બે મહિનાથી તેમના ભાઇના ઘરે રહી અને ઘરકામ કરે છે. તેમના અને પતિના આ બીજા લગ્ન છે.તેઓને લગ્નજીવનથી સંતાનમાં બે દીકરીઓ છે.

પરિણીતાએ કોલેજ સુધીનો અભ્યાસ કર્યો છે. પરિણીતાના લગ્ન તા.17/01 ના રોજ થયા હતા. લગ્નબાદ પરિણીતા તેમના પતિ સાથે સંયુક્ત કુટુંબમાં રહેવા ગઈ હતી અને લગ્નબાદના દોઢ-બે વર્ષ ઘર-સંસાર સારી રીતે ચાલ્યો હતો.ત્યારબાદ મોટી દિકરી પાંચ મહિનાની હતી ત્યારે એક વખત તે ઘોડીયામાં સુતી હતી.ત્યારે રાત્રે પતિ દારૂના નશાની હાલતમાં ઘરે આવી દિકરીના ઘોડીયા પર બાથરૂમ કરવા લાગ્યો હતો. જેથી પરિણીતાએ પતિને સમજાવીને રૂમમાં સુવડાવી દીધો અને બીજા દિવસે સવારે રાત્રે બનેલી ઘટના બાબતે પતિને પુછતા પતિ એ જવાબ આપ્યો કે મને કાંઇ જ ખબર નથી અને રાત્રે શુ બન્યુ તે મને હાલમાં કાંઇ યાદ નથી. ત્યારબાદ બે-ત્રણ દિવસ બાદ પતિ ફરી દારૂ પીને ઘરે આવી ઘરમાં કપડા કાઢીને ફરવા લાગ્યો હતો ત્યારે પરિણીતાએ પતિને ચાદર ઓઢાડીને સુવડાવી દીધો હતો અને બીજા દિવસે આ બાબતે પરિણીતાને પતિ સાથે ઝઘડો થઇ થયો હતો અને પતિએ પરિણીતા ઉપર હાથ ઉપાડીને કહ્યુ કે,તુ તારા મમ્મીના ઘરે જતી રહે શા માટે અહિં રહે છે. એકાદ કલાક બાદ પરિણીતા તેના પિયરે જતી રહી હતી.બાદ સસરા ઘરે તેડવા આવ્યા હતા અને કહ્યુ કે દિકરો હવે આવુ નહિ કરે હુ તેની જવાબદારી લઉ છુ.

જેથી પરિણીતા સમાધાન કરીને પતિ સાથે રહેવા જતી રહી હતી.આમ પાંચ-છ મહિના ઘર સંસાર સારો ચાલ્યો બાદ ફરીથી પતિ અવાર-નવાર દારૂ પીને નશાની હાલતમાં ઘરે આવવા લાગ્યો અને જમ્યા વિના સુઇ જતા અને રાત્રીના જાગીને સાથે સુવા માટેની માંગણી કરતા ત્યારે પરિણીતા કહેતી કે તમે હાલમાં નશાની હાલતમાં છો. તમારી સાથે નથી સુવુ તો પતિ કહેવા લાગતો કે તારી નજર સામે જ હું બીજી સ્ત્રીને ઘરમાં લાવીશ અને તેમની સાથે મારી ઇચ્છા પુરી કરીશ તેમ કહીને પરિણીતા સાથે ઝઘડો કરીને દારૂના નશામાં સુઇ ગયો હતો.

આજથી દોઢેક વર્ષ પહેલા અમારા નવા મકાને રહેવા ગયા હતા. જ્યા છ મહિના બાદ દારૂની બોટલ ઘરે લાવી દારૂનો નશો કરતા હતા અને રાત્રે પરિણીતા સાથે સૃષ્ટી વિરૂદ્ધનું કૃત્ય કરવા માંગણી કરતા હતા. તેમજ ઘરમાં ગમે ત્યાં બાથરૂમ કરી લેતા હતા. જે બાબતે પતિને ના કહેતા તેઓ ઝઘડો કરતા હતા. બાદમાં પરિણીતા બંન્ને દીકરીઓ સાથે હોય ત્યારે બંન્ને દીકરીઓ જાગતી હોય ત્યારે પતિ પરિણીતા સાથે સુવા માટે બળજબરી કરતા અને બાદમાં બીજા રૂમમાં લઇ જઇને ઇચ્છા વિરૂદ્ધ પરણિતા સાથે અપ્રાકૃતિક સેક્સ કરતા અને ફોનમાં વીડિયો જોઇને મારી સાથે તેમની ઇચ્છા પુરી ન થાય ત્યાં સુધી આવું કૃત્ય કરતા અને તેઓ આવુ કૃત્ય છેલ્લા છ મહિનાથી કરતા હતા. તેમ છતા પરિણીતાને તેમનો ઘર સંસાર ચલાવવો હોય જેથી તેણીએ અગાઉ ક્યારેય ફરિયાદ કરી નહોતી. આમ છેલ્લા 6 મહિનાથી ગઇ તા.27/10 દરમિયાન અવાર નવાર રાત્રીના સમયે પતિએ મારી મરજી વિરૂદ્ધ સૃષ્ટી વિરૂધ્ધનું કૃત્ય કરવા માટે માંગણી કરી અને બળજબરીથી સૃષ્ટી વિરૂદ્ધનું કૃત્ય કર્યું હતું. જેથી પરિણીતા પતિથી કંટાળી છેલ્લા દોઢેક મહિનાથી પિયરમાં રહેવા જતી રહી હતી.આ સમગ્ર ઘટના અંગે મહિલા પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.

(તસવીર પ્રતિકાત્મક છે)

whatsapp group join link

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments