Homeગુર્જર નગરીદેવાયત ખવડને મોટો ઝટકો લાગ્યો, કોર્ટે આટલા દિવસના રિમાન્ડ કર્યા મંજૂર, જાણો

દેવાયત ખવડને મોટો ઝટકો લાગ્યો, કોર્ટે આટલા દિવસના રિમાન્ડ કર્યા મંજૂર, જાણો

Team Chabuk-Gujarat Desk: રાજકોટ શહેરમાં મારામારીના કેસમાં લોકસાહિત્યકાર દેવાયત ખવડને આજે કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. કોર્ટે દેવાયત ખવડના બે દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. સોમવારે 4 વાગ્યા સુધીના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે. તો બીજી તરફ પોલીસ દ્વારા 5 દિવસના રિમાન્ડની માંગણી કરવામાં આવી હતી. એ ડિવિઝન પોલીસ દ્વારા દેવાયત ખવડ, કાનો રબારી અને કિશન કુંભારવાડિયાને કોર્ટમાં રિમાન્ડની માંગણી અર્થે રજૂ કરવામાં આવ્યા હતાં.

મહત્વનું છે કે, લોકકલાકાર દેવાયત ખવડ સહિત બે શખ્સે બિલ્ડર પર પાઇપથી હિચકારો હુમલો કર્યો હતો. આ ઘટનામાં પોલીસ ફરિયાદમાં દેવાયત ખવડ છેલ્લા 10 દિવસથી પોલીસ પકડથી દૂર હતો. ત્યારે હુમલાનો ભોગ બનેલા બિલ્ડર મયૂરસિંહ રાણાએ ન્યાય માટે પીએમઓમાં લેખિત ફરિયાદ કરતા દેવાયત ખવડને રેલો આવ્યો અને હાજર થવા દોડી આવ્યો હતો. દેવાયત ખવડ ક્રાઇમ બ્રાન્ચમાં હાજર થઈ ગયો હતો. હુમલાની ઘટનાના 10માં દિવસે દેવાયત ખવડ સામેથી ક્રાઇમ બ્રાન્ચમાં હાજર થયો હતો.

ભોગ બનનાર મયુરસિંહ રાણાના પિતરાઈ ભાઈએ જણાવ્યું હતું કે દેવાયત ખવડ વિરુદ્ધ એ ડિવિઝન પોલીસમાં હત્યાની કોશિશ સહિતની કલમ હેઠળ ફરિયાદ નોંધાઈ છે. મયૂરસિંહ અને દેવાયત વચ્ચે ઝઘડાની શરૂઆત સોશિયલ મીડિયામાં અપશબ્દો બોલવાથી થઈ હતી. એ બનાવમાં પોલીસે મયુરસિંહ સામે કાર્યવાહી કરી હતી. જોકે આમ છતાં પણ દેવાયત ખવડે પાછળથી આવી હુમલો કર્યો હતો અને જાનથી મારી નાખવાની કોશિશ કરી હતી. 

whatsapp group join link

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments