Homeદે ઘુમા કેબીજી ટેસ્ટમાં પ્રથમ દિવસે જ બાંગ્લાદેશની ટીમ ઓલઆઉટ, 12 વર્ષ બાદ મેદાનમાં...

બીજી ટેસ્ટમાં પ્રથમ દિવસે જ બાંગ્લાદેશની ટીમ ઓલઆઉટ, 12 વર્ષ બાદ મેદાનમાં ઉતરેલા આ ગુજરાતી બોલરે મચાવ્યો તરખાટ

Team Chabuk-Sports Desk: બાંગ્લાદેશની પ્રવાસે ગયેલી ટીમ ઈન્ડિયાએ પ્રથમ ટેસ્ટ મેચમાં મેળવેલી જીત બાદ બીજી ટેસ્ટ મેચમાં પણ મક્કમ શરૂઆત કરી છે. આજથી ભારત અને બાંગ્લાદેશ વચ્ચે શરૂ થયેલી બીજી ટેસ્ટ મેચમાં પ્રથમ દિવસે જ બાંગ્લાદેશને ઓલઆઉટ કરીને ભારતીય બોલરોએ તરખાટ મચાવી દીધો છે.

ભારતની સામે બીજી ટેસ્ટમાં બાંગ્લાદેશની પહેલી ઇનિંગ 227 રનમાં સમેટા ગઈ હતી. ત્યારે ટીમ ઈન્ડિયાનો સ્કોર દિવસ પૂર્ણ થતાં 8 ઓવરમાં એક પણ વિકેટ ગુમાવ્યા વિના 19 રન છે. કેપ્ટન કેએલ રાહુલ 3 રને અને શુભમન ગિલ 14 રને નોટઆઉટ રહ્યા છે. હાલ બાંગ્લાદેશની ટીમ 208 રનથી આગળ છે.

પહેલા દિવસે મીરપુરમાં ટૉસ જીતીને બેટિંગ કરવા ઉતરેલી બાંગ્લાદેશની ટીમ તરફથી મોમિનુલ હકે સૌથી વધુ 84 રન બનાવ્યા હતા. આ સિવાય અન્ય કોઈ બાંગ્લાદેશનો બેટ્સમેન મોટી ઇનિંગ રમી શક્યો નહોતો. મુશ્ફિકર રહીમે 26 રન, લિટન દાસ 25 રન બનાવ્યા હતા. ઓપનર નજમુલ હસન શાન્તોએ 24 રન કર્યા હતા.

ટીમ ઈન્ડિયાના ફાસ્ટ બોલર ઉમેશ યાદવ અને સ્પીન બોલર રવિચંદ્રન અશ્વિને 4-4 વિકેટ ઝડપી હતી. જ્યારે 12 વર્ષ ટીમમાં પરત ફરેલા ગુજરાતના જયદેવ ઉનડકટે 2 વિકેટ લીધી હતી. જયદેવે પોતાની છેલ્લી ટેસ્ટ મેચ 16 ડિસેમ્બર, 2010માં રમી હતી. ત્યારબાદ આજે તેને ટીમમાં સમાવવામાં આવ્યો હતો અને ઉત્કૃષ્ટ પ્રદર્શન કર્યું હતું. મહત્વનું છે કે, તાજેતરમાં જ જયદેવ ઉનડકટની આગેવાની હેઠળ સૌરાષ્ટ્રની ટીમે વિજય હજારે ટ્રોફી જીતી છે.

image source- BCCI Twitter

બન્ને ટીમની પ્લેઇંગ-11

ભારત: કેએલ રાહુલ (કેપ્ટન), શુભમન ગિલ, ચેતેશ્વર પૂજારા, વિરાટ કોહલી, શ્રેયસ ઐયર, રિષભ પંત (વિકેટકીપર), અક્ષર પટેલ, રવિચંદ્રન અશ્વિન, જયદેવ ઉનડકટ, ઉમેશ યાદવ અને મોહમ્મદ સિરાજ.

બાંગ્લાદેશઃ શાકિબ અલ હસન (કેપ્ટન), મહમુદુલ હસન, ઝાકિર હસન, નઝમુલ હુસૈન શાંતો, મોમિનુલ હક, મુશફિકુર રહીમ, લિટન દાસ (વિકેટમેન), મેહિદી હસન મિરાજ, તૈજુલ ઈસ્લામ, ખાલેદ અહેમદ અને તસ્કીન અહેમદ.

whatsapp group join link

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments