Team Chabuk-Gujarat Desk: સાત મહિનાથી 14 વર્ષની બાળકી પર દુષ્કર્મ આચરનારા ત્રણ નરાધમોને જેલ હવાલે કરાયા છે. સગીરાને હવસનો શિકાર બનાવનારા ત્રણે ત્રણ આરોપીઓ પોલીસના સકંજામાં આવી ગયા છે. પોલીસે સુખપુરના યશ દુધાત્રા, માખિયાળાના કેયુર વાગડિયા અને વડાલ ગામના દિવ્યેશ ગજેરાને ઝડપી લઈ જેલ હવાલે કર્યા છે.
આરોપ હતો કે, જૂનાગઢના સુખપુરમાં સાત મહિનાથી ત્રણ નરાધમો સગીરાને ડરાવી ધમકાવી તેની સાથે દુષ્કૃત્ય કરી રહ્યા હતા. સગીરાએ સમગ્ર મામલાની જાણ કરતાં પરિવારે પોલીસ ફરિયાદ નોંધાવી હતી.
મળતી માહિતી મુજબ જૂનાગઢના નાના એવા સુખપુર ગામમાં એક પરિવાર મજૂરી કામ કરી પોતાનું ગુજરાન ચલાવે છે. પરિવારની સગીર પુત્રી આઠમાં ધોરણમાં અભ્યાસ કરી રહી છે. જેના પર યશ, કેયુર અને દિવ્યેશ નામના ત્રણ શખ્સોએ નજર બગાડી હતી. પોતાની સાથે થતાં વ્યવહાર અંગે તે સમજી શકતી ન હતી. આખરે ડરી ગયેલી સગીરાએ સ્કૂલે જવાનું બંધ કર્યું હતું. જેને લઈને તેના પરિવારને શંકા ગઈ હતી કે, દીકરી સાથે કંઈક અણબનાવ બન્યો છે. આ અંગે પરિવારે બાળકીની પૂછપરછ કરતા યશ, કેયુર અને દિવ્યેશની કરતૂતોનો ભાંડો ફૂટ્યો હતો. બીજી તરફ મજૂર પરિવારના પગ તળેથી જમીન ખસી ગઈ હતી.
ત્રણે આરોપીએ સગીરાને ધમકાવી અને બળજબરીથી દુષ્કર્મ ગુજારવામાં આવતું હતુ. આરોપીઓએ સગીરાના તેના પરિવારને મારી નાખવાની ધમકી આપી હતી. જેને લઈને સગીરા ડરી ગઈ હતી. હાલ આ સમગ્ર મામલે પોલીસે વધુ તપાસ શરૂ કરી છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત