Homeદે ઘુમા કેIND vs BAN: પુજારાની વધુ એક સિદ્ધી, સર ડૉન બ્રેડમેનનો તોડ્યો રેકોર્ડ,...

IND vs BAN: પુજારાની વધુ એક સિદ્ધી, સર ડૉન બ્રેડમેનનો તોડ્યો રેકોર્ડ, અત્યાર સુધીમાં આ ભારતીય ક્રિકેટરો તોડી ચુક્યા છે રેકોર્ડ

Team Chabuk-Sports Desk: ભારતીય બેટર ચેતેશ્વર પુજારાએ વધુ એક ઉપલબ્ધિ મેળવી છે. તેણે મહાન ક્રિકેટર ડૉન બ્રેડમેનનો રેકોર્ડ તોડ્યો છે. ગુજરાતી ક્રિકેટર પુજારાની આ ટેસ્ટ ક્રિકેટમાં મોટી સિદ્ધી છે. ભારત અને બાંગ્લાદેશ વચ્ચે રમાઇ રહેલી બીજી ટેસ્ટ મેચમાં ભારતના મીડલ ઓર્ડર બેટ્સમેન ચેતેશ્વર પુજારાએ આ કમાલ કરી છે. બીજી ટેસ્ટમાં 13 રન બનાવતાની સાથે જ પુજારાએ પોતાની ટેસ્ટ ક્રિકેટ કેરિયરના 7000 રન પુરા કર્યા છે. આ 13 રન બનાવતાની સાથે જ પુજારાએ ઓસ્ટ્રેલિયાના મહાન બેટ્સમેન ડૉન બ્રેડમેનનો પણ રેકોર્ડ તોડી નાંખ્યો છે.

ચેતેશ્વર પુજારાએ પોતાની ટેસ્ટ ક્રિકેટ કેરિયરમાં 97 મેચ રમી છે, અને તેમાં 44.76 ની શાનદાર એવરેજથી 7000 રન બનાવ્યા છે, તે ક્રિકેટની લીજેન્ડ અને પૂર્વ ઓસ્ટ્રેલિયન દિગ્ગજ સર ડૉન બ્રેડમેનને ટેસ્ટમાં સૌથી વધુ રન બનાવવાના મામલામાં પાછળ છોડી દીધા છે.

પુજારા 97 ટેસ્ટ મેચ રમીને 7 હજારના આંકડા સુધી પહોંચ્યો છે. ડૉન બ્રેડમેનની વાત કરીએ તો તેમને કુલ 52 ટેસ્ટ મેચ રમી હતી, અને જેમાં તેમની એવરેજ 99.94ની રહી હતી.

આ ભારતીય ખેલાડીઓએ પણ મેળવી છે સિદ્ધી

બેટ્સમેન મેચ રન એવરેજ
સચીન તેંદુલકર2001592153.78
રાહુલ દ્રવિડ1641328852.31
સુનીલ ગાવસ્કર1251012251.12
વીવીએસ લક્ષ્મણ134878145.97
વીરેન્દ્ર સહેવાગ104858649.34
વિરાટ કોહલી103809449.35
સૌરવ ગાંગુલી113721242.17

ટીમ ઇન્ડિયાનો ગુજરાતી ખેલાડી ચેતેશ્વર પુજારા હાલના સમયમાં શાનદાર ફોર્મમાં છે. જો કે, બીજી ટેસ્ટ મેચમાં તેણે ચાહકોને થોડા નિરાશ કર્યા છે. પુજારા 55 બોલ પર 24 રન બનાવી આઉટ થયો છે. બાંગ્લાદેશ વિરુદ્ધ પ્રથમ ટેસ્ટ મેચમાં પુજારાએ પ્રથમ ઇનિંગમાં 90 રન બનાવ્યા હતા, જ્યારે બીજી ઇનિંગમાં શતકીય ઇનિંગ રમી હતી, તેને અણનમ 102 રન બનાવ્યા હતા.

whatsapp group join link

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments