Homeગુર્જર નગરીચારિત્ર્ય પર શંકા રાખી પત્નીની ગળુ દબાવી હત્યા, ટ્રેનમાં બેસી વતન...

ચારિત્ર્ય પર શંકા રાખી પત્નીની ગળુ દબાવી હત્યા, ટ્રેનમાં બેસી વતન ભાગ્યો, પછી પોલીસે…

Team Chabuk-Gujarat Desk: અમદાવાદ શહેરમાં પતિએ પત્નીની ગળુ દબાવીને હત્યા કરી છે. શહરેના નારોલ વિસ્તારમાં એક મકાનમાંથી મહિલાની લાશ મળી આવી હતી. જે મામલે પોલીસે તપાસ કરતા મહિલાના પતિએ જ મહિલાની હત્યા કરી હોવાનું સામે આવ્યું હતું. મહિલાનો પતિ હત્યા કર્યા બાદ ટ્રેનમાં બેસીને તેના વતન તરફ જવા રવાના થતો હતો. તે સમયે જ પોલીસે તેની ધરપકડ કરી છે. પત્નીના ચારિત્ર્ય પર શંકા હોવાથી હત્યા કરી હોવાનું હાલ પતિએ જણાવ્યું છે. સમગ્ર મામલે પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

નારોલના આકૃતિ ટાઉનશિપના એચ બ્લોકમાં રીંકુ ઉર્ફે રિયા ભારદ્વાજ નામની મહિલાની લાશ મળી આવી હતી. ઘરમાં અન્ય કોઈ વ્યક્તિ હાજર ના હોવાથી પોલીસે સૌથી પહેલા હત્યા મામલે મહિલાના પતિ અજય ભારદ્વાજ પર જ શંકા હતી, જેથી પોલીસે તે દિશામાં જ તપાસ હાથ ધરી હતી. હત્યારા પતિ અજયને પોલીસએ યુપી જતી ટ્રેનમાંથી જ ઝડપી પાડ્યો હતો. આરોપીને 2 બાળકો પણ હતાં.

આરોપીની પૂછપરછ કરવામાં આવી ત્યારે સામે આવ્યું હતું કે, 9 વર્ષ અગાઉ અજયે તેના જ ફોઈની દીકરી રીંકુ સાથે લવ મેરેજ કર્યાં હતાં. લગ્ન કર્યા બાદ તેઓ ભાગીને અમદાવાદ આવી ગયાં હતાં. નારોલ ખાતેના મકાનમાં છેલ્લા 6 મહિનાથી તેઓ ભાડે રહેતાં હતાં. સંતાનમાં 2 બાળકો પણ છે. પત્નીને લગ્ન બાદ પેટ સંબંધી કોઈ બીમારી હોવાથી પીપળજના કોઈ મહંત સાથે ઈલાજ કરાવતી હતી. આ દરમિયાન અજયને રીંકુના અનૈતિક સંબંધ હોવાની જાણ થઈ હતી. જેથી તેને પત્નીની હત્યાનો પ્લાન 5 દિવસ અગાઉ જ બનાવી દીધો હતો.

23 ડિસેમ્બરના રાતે જમ્યા બાદ સૂઈ ગયાં હતાં, ત્યારે મોડી રાતે 1:30 વાગ્યાએ અજયે પત્ની રીંકુનું ઊંઘમાં જ ગળું દબાવી હત્યા કરી દીધી હતી. હત્યા કર્યા બાદ અગાઉથી જ ગોરખપુર જવા માટે ટ્રેનની ટિકિટ બુક કરાવી દીધી હતી. હત્યા બાદ ઘરને બહારથી બંધ કરી અજય બે બાળકો સાથે ટ્રેનમાં પોતાના વતન તરફ જવા રવાના થયો હતો. જોકે સવારે પોલીસને હત્યાની જાણ થતાં તાત્કાલિક અજયની ધરપકડ કરી હતી.

whatsapp group join link

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments