Team Chabuk-Sports Desk: ક્રિકેટ જગતમાં વર્ષ 2022 સૂર્યકુમાર યાદવના નામે રહ્યું. સૂર્યકુમારે આ વર્ષે વિરાટ કોહલીને પણ પાછળ છોડી દીધો. જેના માટે વિરાટ કોહલીએ પણ સૂર્યાના વખાણ કર્યા છે. માત્ર વિરાટે જ નહીં અન્ય દિગ્ગજ ખેલાડીઓએ પણ મન મુકીને સૂર્યકુમાર યાદવના ખોબલે ખોબલે વખાણ કર્યા છે.
આ વર્ષે વિરાટ કોહલીએ કહ્યું હતું, “અમે IPLમાં એક-બીજા સાથે સામે રમીએ છીએ તો મે કેટલીય એવી ઈનિંગ જોય છે. પરંતુ આ પહેલી એવી તક હતી કે મે આટલા નજીકથી તેની રમત જોઈ. મારા તો હોશ ઉડી ગયા હતા. પ્રામાણીકતાથી કહું તો મને લાગે છે કે જેવું તે રમ્યો, જો તે આ જ જોનમાં રમ્યો તો તે દુનિયાની કોઈ પણ ટીમ સામે રમતને ચપટી વગાડતા જ પલટી શકે છે.”
“સૂર્યા મેદાન પર 360-ડિગ્રીની રમત રમે છે. તે તેની કારકિર્દીની ટોચ પર એબી ડી વિલિયર્સે જે રમત રમી હતી તેના જેવી જ છે. લૈપ શોટ, લેટ કટ, કીપરના માથા પરથી રૈમ્પ શોટ. તે સીધા શોટ પણ સારી રીતે ફટકારી શકે છે. તે લેગ સાઇડ પર સમાન રીતે સારી રીતે રમે છે, ડીપ બેકવર્ડ સ્ક્વેર પર સારી રીતે ફ્લિક કરે છે. આ સાથે તે ફાસ્ટ અને સ્પિન બોલિંગ બંનેનો સારો ખેલાડી છે.”- રિકી પોન્ટિંગ
“હા, લોકો સાચા છે (સૂર્યકુમાર યાદવની મારી સાથે સરખામણી કરે છે). હવે તેણે માત્ર સાતત્ય જાળવવા પર ધ્યાન કેન્દ્રિત કરવાની જરૂર છે. તેણે આગામી 5 થી 10 વર્ષ આ રીતે રમવું જોઈએ અને પછી તેને ખબર પડશે કે તેનું નામ ક્રિકેટના સુવર્ણ પુસ્તકોમાં લખાઈ ગયું છે”.- એબી ડિવિલિયર્સ
સૂર્યકુમાર યાદવ જુલાઈ 2022માં ટી-20 ફોર્મેટના રેંકિંગમાં 5માં નંબર પર હતો. થોડા સમય પહેલા જ તેણે ઈંગ્લેન્ડ વિરુદ્ધ સદી ફટકારી હતી. તેની આગળ વધવાની ગતિથી અંદાજો લગાવી શકાયો કે તેણે 44 ક્રમની મોટી છલાંગ લગાવી હતી. જોત જોતામાં જ તે ભારતનો સૌથી વધુ રેંકિંગવાળા બેટર બની ગયો.
સૂર્યકુમાર યાદવના રેકોર્ડ
T20 ક્રિકેટમાં સૌથી વધુ રન
સૂર્યકુમાર યાદવે વર્ષ 2022માં T20 ક્રિકેટમાં સૌથી વધુ રન બનાવ્યા. 31 ઇનિંગ્સમાં 46.56ની એવરેજથી 1164 રન ફટકાર્યા.
વર્ષ 2022માં બે T20 આંતરરાષ્ટ્રીય સદી
સૂર્યકુમાર યાદવે 2022માં 2 T20 આંતરરાષ્ટ્રીય સદી ફટકારીને રોહિત શર્માની બરાબરી કરી. ઈંગ્લેન્ડ સામે પ્રથમ સદી ફટકારી હતી. તે સમયે તેણે 117 રન બનાવ્યા હતા. ત્યારબાદ ન્યૂઝીલેન્ડ સામે 111 રન ફટકાર્યા હતા.
ન્યુઝીલેન્ડ સામે T20માં સદી ફટકારનારો પ્રથમ ભારતીય
ન્યૂઝીલેન્ડ સામેની સીરિઝની બીજી T20 મેચમાં તેણે 51 બોલમાં 111 રનની અણનમ ઇનિંગ રમી હતી. આ ઇનિંગમાં તેને 11 ફોર અને 7 સિક્સર ફટકારી હતી.
સૌથી વધુ ‘પ્લેયર ઓફ ધ મેચ’ ટાઇટલ
સૂર્યકુમાર યાદવે આ વર્ષે 7 વખત ‘પ્લેયર ઓફ ધ મેચ’નો ખિતાબ જીત્યો છે. વિરાટ કોહલીને પણ પાછળ છોડ્યો.
કેએલ રાહુલની બરાબરી કરી
ભારત તરફથી T20 ઈન્ટરનેશનલ ક્રિકેટમાં સૌથી વધુ સદી રોહિત શર્માના નામે છે. રોહિતે 4 સદી ફટકારી છે. જ્યારે કે.એલ.રાહુલના નામે 2 સદી છે. આ વર્ષે બે સદી ફટકારી સૂર્યકુમાર યાદવે રાહુલની બરાબરી કરી.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત
