Homeગુર્જર નગરીઠંડીમાં ઠુઠવાવા રહો તૈયાર, હવામાન વિભાગે કોલ્ડવેવની કરી આગાહી

ઠંડીમાં ઠુઠવાવા રહો તૈયાર, હવામાન વિભાગે કોલ્ડવેવની કરી આગાહી

Team Chabuk-Gujarat Desk: ગુજરાતમાં નવા વર્ષની શરુઆત પહેલા જ કડકડતી ઠંડી પડી રહી છે. હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને કચ્છમાં કોલ્ડવેવની આગાહી કરી છે. હવામાન વિભાગની આગાહી અનુસાર, આજે સૌરાષ્ટ્ર અને કચ્છમાં કોલ્ડ વેવનો અહેસાસ થશે. આગામી 5 દિવસ સુધી તાપમાનમાં ખાસ ફેર નહીં પડે, જ્યારે વાતાવરણમાં ભેજ હોવાને કારણે ત્રણ દિવસ બાદ ઠંડીથી આંશિક રાહત મળશે. 29 ડિસેમ્બરે એકથી બે ડિગ્રી જેટલો તાપમાનમાં વધારો થવાની શક્યતા. પરંતુ ફરી એકવાર નવા વર્ષથી ઠંડીનું મોજું સમગ્ર રાજ્યમાં ફરી વળશે.

રાજ્યમાં છેલ્લા ચારેક દિવસથી પારો ગગડ્યો છે. રાજ્યના 10 શહેરોમાં તાપમાન 13 ડિગ્રીની નીચે નોંધાયું છે. જ્યારે ગત રાત્રે નલિયામાં 4.2 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. અહીં સિઝનનું સૌથી નીચું તાપમાન નોંધાયું હતું. સાથે જ રાજ્યના મોટાભાગના શહેરોમાં પારો ગગડતાં કડકડતી ઠંડીનો અહેસાસ થયો હતો. બીજી બાજુ, કચ્છમાં આગામી બે દિવસ દરમિયાન કોલ્ડવેવની આગાહી કરવામાં આવી છે.

અમદાવાદમાં 12.6 ડિગ્રી સરેરાશ તાપમાન નોંધાયું હતું, જ્યારે ગાંધીનગરમાં 11.2, વડોદરામાં 11.4, સુરત 13.6, રાજકોટ 10.7, ડીસા 12.2, વલસાડ 16.5, ભાવનગર 14, દ્વારકા 15.2, સુરેન્દ્રનગર 12.5, મહુવા 11.7, પોરબંદર 10 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. સાથે જ નલિયામાં 4.2 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. અહીં પારો 7 ડિગ્રીથી ઘટીને 4 ડિગ્રી થઇ જતાં હાડ થિજવતી ઠંડીનો અહેસાસ થયો હતો.

દેશના ઉત્તર ભારતના રાજ્યોમાં શીતલહેરનો પ્રકોપ શરુ થઈ ગયો છે. રવિવારે રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં ન્યૂનત્તમ તાપમાન 5.3 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું છે. ઘટના તાપમાન સાથે જ ઉત્તર ભારતમાં ઠંડી ઝડપથી વધતી જાય છે. તો વળી ભેજ અને ધુમ્મસ પણ વધતો જાય છે. પહાડી વિસ્તારોમાં તાપમાન સામાન્યથી 4.9 ડિગ્રી સેલ્સિયસ નીચે 3 ડિગ્રી સેલ્સિયસ નીચે ગયું છે, જેની અસર દિલ્હીમાં પણ જોવા મળી રહી છે.

whatsapp group join link

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments