Team Chabuk-Gujarat Desk: રાજકોટના ઉપલેટામાં મોટી દુર્ઘટના ટળી. જરા રોડ પર પુલ પર એસટી બસને અકસ્માત નડ્યો. જો કે, સદનસીબે દુર્ઘટનામાં કોઈ જાનહાનિ નથી થઈ. ઉપલેટા-ગઢાળા રૂટની એસટી બસ ગઢાળા ગામથી વિદ્યાર્થીઓ અને અન્ય મુસાફરો ભરીને ઉપલેટા આવી રહી હતી. દરમિયાન જરા રોડ પર નાલા પરના પુલ પર સામેથી વાહન આવતા બસના ડ્રાઈવરે બસ રિવર્સ લીધી હતી. પરંતુ પાછળ પુલની દીવાલ તોડી નાળા પર જ લટકી ગઈ હતી.
સદનસીબે બસ નાળા પર અટકી જતા બસમાં સવાર તમામ વિદ્યાર્થીઓ તાત્કાલિક બસની નીચે ઉતરી ગયા હતા. બસ એકબાજુ નમી જતા વિદ્યાર્થીઓનો જીવ તાળવે ચોટ્યા હતા.
બસની અંદર મુસાફરી કરી રહેલા વિદ્યાર્થીએ કહ્યું કે, ઉપલેટા-ગઢાળા રૂટની બસ હતી અને અમે ગઢાળાથી ઉપલેટા જતા હતા. પરંતુ ઉપલેટા નજીક વોકળાના પુલ પર બસ પહોંચી ત્યારે સામેથી એક વાહન આવતું હતું. આથી ડ્રાઈવરે બસ રિવર્સમાં લેતા બસ પુલના છેડે ફસાઈ ગઈ હતી. ડ્રાઈવરે કઈ જોયું નહીં અને કન્ડક્ટરે કઈ કહ્યું નહીં અને બસ રિવર્સમાં જવા દીધી. બસ નાળામાં જતા-જતા રહી ગઈ. એક વિદ્યાર્થીએ તાત્કાલિક બસનો દરવાજો ખોલી નાખતા અમે બહાર નીકળી ગયા.
તો ગઢાળાના પૂર્વ સરપંચે કહ્યું, ઉપલેટા-ગઢાળા રૂટની એસટી બસમાં અમારા ગામના વિદ્યાર્થીઓ ઉપલેટા અભ્યાસ કરવા માટે અપ-ડાઉન કરે છે. સવારે વિદ્યાર્થીઓ ભરીને બસ ઉપલેટા જતી હતી ત્યારે જરા રોડ પર દ્વારકાધીશ સોસાયટી પાસે આવેલા મોટા નાળામાં બસ પડતા પડતા રહી ગઈ હતી. બસનું પાછળનું વ્હીલ નાળા પર બનાવેલા પુલના છેડે ફસાઇ જતા પલટી ખાતા રહી ગઈ હતી. આથી અનેક વિદ્યાર્થીઓના જીવ માંડ માંડ બચ્યા છે. આમાં ડ્રાઈવર-કન્ડક્ટરનો કોઈ વાંક નથી.
તેમણે કહ્યું કે, ઉપલેટાથી ભાયાવદર સુધી જેટલા વોકળા આવેલા છે તેના પર પુલ છે. પરંતુ પુલની બન્ને બાજુ જે સંરક્ષણ આપતી દીવાલ હોવી જોઈએ તે એક પણ વોકળા પરના પુલ પર નથી. આથી અવારનવાર વોકળા પર અકસ્માતો સર્જાય છે. અમે અધિકારીઓને અનેકવખત રજૂઆત કરી પણ અત્યારસુધીમાં યોગ્ય જવાબ મળ્યો નથી. પુલ પર સંરક્ષણ આપતી દીવાલો વહેલી તકે કરવી જોઈએ.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત
