Homeદે ઘુમા કેIND vs SL: ભારતીય ટીમે સિરીઝ જીતવા માટે રાજકોટમાં બદલવી પડશે રણનીતિ

IND vs SL: ભારતીય ટીમે સિરીઝ જીતવા માટે રાજકોટમાં બદલવી પડશે રણનીતિ

Team Chabuk-Sports Desk: ભારત-શ્રીલંકા 3 ટી-20 મેચોની સિરીઝ 1-1ની બરાબરી પર છે. જો કે આ સિરીઝની ત્રીજી ટી 20 મેચ રાજકોટના ખંઢેરી સ્ટેડિયમમાં રમાશે. આ મેચ જીતીને બંને ટીમ સીરીઝ પોતાના નામે કરવા માંગશે. જોકે, હાર્દિક પંડ્યાના નેતૃત્વમાં ટીમ ઈન્ડિયા માટે આ આસાન નહીં હોય. વાસ્તવમાં, આ માટે ભારતીય ટીમે ટોપ ઓર્ડર બેટિંગ સિવાય બોલિંગ પર કામ કરવું પડશે. સીરઝ જીતવા માટે ટીમ ઈન્ડિયાએ અનેક ફેરફાર કરવાની જરુર છે.

ટીમ ઈન્ડિયાના ટોપ ઓર્ડર બેટ્સમેનોએ પોતાની રમતમાં સુધારો કરવો પડશે. હકીકતમાં, પુણે ટી20 મેચમાં ટીમ ઈન્ડિયાના ટોપ-5 બેટ્સમેન સસ્તામાં પેવેલિયન પરત ફર્યા હતા. જોકે, સૂર્યકુમાર યાદવે શાનદાર ઇનિંગ રમી હતી. તે જ સમયે, ઇશાન કિશને પ્રથમ મેચમાં શાનદાર શરૂઆત કરી હતી, પરંતુ તે મોટા સ્કોરમાં ફેરવી શક્યો ન હતો. જોકે, ભારતીય ટીમે પોતાની ટોપ ઓર્ડર બેટિંગ સાથે કામ કરવું પડશે.

vinayak

ભારતીય ટીમ તેના ઓપનર ઈશાન કિશન અને શુભમન ગિલ પાસેથી વધુ સારા પ્રદર્શનની અપેક્ષા રાખશે. વાસ્તવમાં શુભમન ગિલ બંને મેચમાં ફ્લોપ રહ્યો છે. આ સિવાય ઈશાન કિશન તેની ક્ષમતા અનુસાર પ્રદર્શન કરવામાં નિષ્ફળ રહ્યો છે. જો કે જો રાજકોટ ટી20 મેચમાં બંને ભારતીય ઓપનર સારી બેટિંગ કરશે તો ટીમ ઈન્ડિયાનું કામ આસાન થઈ શકે છે.

બોલરોએ રન પર નિયંત્રણ રાખવું પડશે

ભારતીય ટીમ માટે બોલિંગની સમસ્યા યથાવત છે. શ્રીલંકા સામેની બીજી T20 મેચમાં ટીમ ઈન્ડિયાના બોલરોએ આસાનીથી રન બનાવ્યા હતા. ખાસ કરીને ડેથ ઓવરોમાં અર્શદીપ સિંહ ઘણો મોંઘો સાબિત થયો હતો. આ સિવાય અર્શદીપ સિંહે સ્પેલમાં 5 નો બોલ ફેંક્યા હતા. જો કે, ભારતીય ટીમ રાજકોટ ટી20 મેચમાં વાપસી કરવા માટે ઓપનર બેટ્સમેન સિવાય બોલરો પાસેથી વધુ સારા પ્રદર્શનની અપેક્ષા રાખશે.

whatsapp

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments