Homeગુર્જર નગરી1 વર્ષની બાળકીનું બાથરૂમમાં પાણીના ટબમાં ડૂબી જતા મોત

1 વર્ષની બાળકીનું બાથરૂમમાં પાણીના ટબમાં ડૂબી જતા મોત

Team Chabuk-Gujarat Desk: બાળકોને એકલા રમતા મૂકી કામમાં વ્યસ્ત રહેતાં માતા-પિતાની આંખ ઉઘાડતો સુરતથી આ કિસ્સો સામે આવ્યો છે. સુરતના લિંબાયત વિસ્તારમાંથી રમતાં રમતાં એક વર્ષીય બાળકી પાણી ભરેલા ટબમાં પડી જતાં મોત નીપજ્યું હતું. બાળકીને સારવાર માટે સિવિલ લઈ જતા ફરજ પરના તબીબોએ તેને મૃત જાહેર કરી હતી. પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો છે. બાળકોને લઈ માતા-પિતાએ રાખવી પડતી સાવચેતી અને સાવધાની માટેનો આંખ ઉઘાડતો કિસ્સો ફરી એક વખત સુરતમાં સામે આવ્યો છે.

બાળકો પરથી પરિવારની નજર હટે તો મોટી દુર્ઘટના ઘટી શકે છે તે પ્રકારનો કિસ્સો સામે આવ્યો છે. સુરતના લિંબાયત વિસ્તારમાં માતાની તેની એક વર્ષની બાળકી પરથી થોડા સમય માટે નજર હટી અને બાળકી નજીકમાં રહેલા પાણી ભરેલા ટબમાં પડી ગઈ હતી. જેને લઇ તેનું મોત નીપજ્યું હતું. આવા પ્રકારની ઘટનાઓ ખરેખર માતા-પિતાઓએ પોતાનાં બાળકો પ્રત્યે સાવચેતી માટેની આંખ ઉઘાડી રહ્યું છે.

સુરતના લિંબાયત વિસ્તારમાં આવેલા હનુમાન મંદિર નજીક રહેતા સિરાજભાઈ શેખ ટેક્સટાઈલ માર્કેટમાં મજૂરી કામ કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. તેઓ પત્ની અને સંતાનમાં બે પુત્ર અને બે પુત્રીનું ભરણપોષણ કરી રહ્યા હતા. 15 જાન્યુઆરીના રોજ તેઓની એક વર્ષની પુત્રી ફાતિમા ઘરમાં રમી રહી હતી. દરમિયાન બાળકીની માતા સાફ સફાઈ કરી કચરો ફેંકવા બહાર ગઈ હતી. ત્યારે 1 વર્ષીય બાળકી રમતાં રમતાં પાણીના ટબમાં પડી ગઈ હતી. માતા બહાર ગઈ ત્યાં સુધી બાળકી પાણીના ટબમાં પડી રહી હતી. થોડા સમય બાદ માતા પરત ઘરે આવી ત્યારે બાળકીને પાણીમાં ટબમાં જોઈ માતાએ બૂમાબૂમ કરી હતી. જેથી પાડોશી અને સબંધીઓ ત્યાં આવી બાળકીને તાત્કાલિક સારવાર અર્થે નજીકના દવાખાનામાં લઈ ગયા હતા. ત્યાંથી ડોક્ટરે સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવાનું કહેતા 108ને બોલાવી બાળકીને સિવિલ હોસ્પિટલ લઇ ગયાં હતાં. જ્યાં ફરજ પરના તબીબો દ્વારા બાળકીને મૃત જાહેર કરવામાં આવી હતી.

રમતાં રમતાં બાળકી પાણીના ટબમાં પડી જતાં તેનું મોત નીપજ્યું હતું. બાળકીનું મોત થવાથી પરિવાર આઘાતમાં મુકાયો છે. બાળકીની માતા તેની વહાલસોયી દીકરીનું અચાનક મોત થઈ જતાં તેના સદમામાંથી ઊભરી રહી નથી. બાળકીના મોતના પગલે પરિવાર શોકમાં ગરકાવ થઇ ગયો છે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments