Homeગુર્જર નગરીસુરતમાં ગેસથી ફુગ્ગા ફુલાવતી વખતે પ્રેશરથી બાટલામાં બ્લાસ્ટ, 1નું મોત થયું

સુરતમાં ગેસથી ફુગ્ગા ફુલાવતી વખતે પ્રેશરથી બાટલામાં બ્લાસ્ટ, 1નું મોત થયું

Team Chabuk-Gujarat Desk: સુરતમાં ફુગ્ગા ફુલાવવા દરમિયાન વિસ્ફોટ થયો અને યુવકનું મોત થઈ ગયું છે. આ દુર્ઘટનાનાં દૃશ્યો સીસીટીવીમાં કેદ થઈ ગયાં હતાં. કાર્બન પાણી અને ચૂનાના મિશ્રણ બાદ પ્રેશર વધી જતાં સમગ્ર દુર્ઘટના સર્જાઈ હોવાનું કહેવામાં આવી રહ્યું છે. પુણાગામ વિસ્તારમાં મહાવીર સર્કલ નજીક ફુગ્ગાનું વેચાણ કરવામાં આવી રહ્યું હતું. કૈલાસ ગંગારામ વાગડિયા નામનો યુવક ફુગ્ગામાં ગેસ ભરીને વેચતો હતો. એકાએક જ ફુગ્ગામાં ગેસ ભરતી વખતે બ્લાસ્ટ થયો. સીસીટીવીનાં દૃશ્યો સામે આવ્યા છે. શનિવારના દિવસે રાતે ફુગ્ગો ફુલાવતી વખતે ધડાકાભેર બ્લાસ્ટ થયો હતો.

સુરતના પુણા વિસ્તાર અને પર્વત પાટિયા વિસ્તારમાં યુવક ગેસ વડે ફુગ્ગો ફુલાવી રહ્યો હતો. આ દરમિયાન જ એકાએક પ્રેશર વધી જતાં ગેસની બોટલ ધડાકા ફાટી હતી. બોમ્બવિસ્ફોટ થયો હોય એ પ્રકારે ધડાકાભેર અવાજ આવતાં આસપાસના લોકો પણ ગભરાઈ ગયા હતા. બ્લાસ્ટ થતાંની સાથે જ યુવકને ગંભીર ઈજા થઈ હતી એને હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો, જ્યાં ટૂંકી સારવાર બાદ તેનું મોત નિપજ્યું હતું તેમજ લારીની આસપાસ ઊભેલા બે લોકોને પણ સામાન્ય ઇજા થઈ હતી.

ઘણા લોકો થ્રી-વ્હીલર સાઇકલ ઉપર ગેસ-સિલિન્ડર લઈને અલગ અલગ વિસ્તારોમાં ફુગ્ગા વેચવા માટે નીકળતા હોય છે. ગ્રાહક માગે એ રીતે ફુગ્ગામાં પ્રેશરથી ગેસ ભર્યા બાદ તેઓ વેચતા હોય છે. આવી સ્થિતિમાં વિશેષ કરીને નાનાં બાળકો ખરીદી કરવા માટે વધુ આવતાં હોય છે. જે રીતે હાલ ગેસ- સિલિન્ડર ફાટવાના કારણે યુવાનનું મોત થયું છે એ જોતાં આવી ઘટના ગમે ત્યાં પણ બની શકે છે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments