Team Chabuk-Gujarat Desk: આસારામ સામે દુષ્કર્મ કેસમાં ગાંધીનગરની કોર્ટે દોષિત જાહેર કર્યો છે. વીડિયો કૉન્ફરન્સના માધ્મથી આસારામને કોર્ટમાં હાજર કરાયો હતો. ગાંધીનગર કોર્ટ આવતીકાલે સજા સંભળાવશે. વર્ષ 2013ના દુષ્કર્મના કેસમાં આસારામ દોષિત જાહેર. આસારામ હાલમાં જોધપુર જેલમાં બંધ છે. ગાંધીનગર સેશન્સ કોર્ટ દ્વારા આસારામને 376(2)C, 377,354,342,357,506(2) કલમો હેઠળ દોષિત ઠેરવવામાં આવ્યા છે. જ્યારે આ કેસના અન્ય 6 આરોપીઓને નિર્દોષ જાહેર કરવામાં આવ્યા છે. સ્પેશિયલ સરકારી વકીલ આર.સી.કોડેકરે કહ્યું હતું કે, આ કેસમાં દોષિતને મહત્તમ સજા થાય તે માટે અમે કોર્ટમાં પ્રયાસ કરીશું.
ગાંધીનગર સેશન્સ કોર્ટમાં ચાલતી ટ્રાયલ સુરતની મહિલાના આક્ષેપ સાથે સંબંધિત છે. જેમાં મહિલાએ પોતાનું શારીરીક શોષણ થયાનો આરોપ મુક્યો હતો. 1997 થી 2006 દરમિયાન મહિલા આશ્રમમાં હતી ત્યારે શારીરીક શોષણ થયું હોવાનો આરોપ છે.
મહત્વનું છે કે, બંને બહેનોમાંથી એક બહેને આસારામ પર જ્યારે બીજી બહેને નારાયણ સાઈ પર દુષ્કર્મનો આરોપ લગાવ્યો હતો. મોટી બહેને આસારામ સામે યૌન શોષણની ફરિયાદ કરી છે. ઘટના બની ત્યારે આ બંને બહેનો અમદાવાદમાં રહેતી હતી. જેલમાં બંધ આસારામ પર એક કરતાં વધારે યુવતીઓ પર દુષ્કર્મનાં આરોપો થયા હતા. એક સગીરાના માતાપિતાએ પોલીસ ફરિયાદ કરતાં મધ્યપ્રદેશનાં ઈન્દોરમાંથી તેની ધરપકડ કરવામાં આવી હતી. ત્યાર બાદ 2018 માં રેપ અને અન્ય આપરાધો હેઠળ આસારામને આજીવન કેદની સજા થઈ હતી.
અગાઉ જામીનની અરજીમાં આસારામે કહ્યું કે છેલ્લાં 9 વર્ષથી તે જેલમાં બંધ છે. તેમની ઉંમર 80 વર્ષથી ઉપર થઇ ચૂકી છે. તે ગંભીર બિમારીઓથી પીડિત છે. સુપ્રીમ કોર્ટ તેમની જામીન અરજી પર સહાનુભૂતિ પૂર્વક વિચારી તેમની જામીનનો આદેશ જાહેર કરે જેથી તે પોતાનો યોગ્ય ઇલાજ કરાવી શકે. આસારામને દુષ્ક્રમના અન્ય કેસમાં સજા પડી હોવાથી હાલ તે રાજસ્થાનમાં જોધપુર જેલમાં બંધ છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત