Team Chabuk-Sports Desk: ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ત્રીજી ટી20 મેચ રમાઈ હતી. જેમાં ભારતે ભવ્ય વિજય મેળવીને ટી-20 મેચની સિરીઝ પણ જીતી લીધી છે. ટીમ ઈન્ડિયાએ ન્યૂઝીલેન્ડને 235 રનનો ટાર્ગેટ આપ્યો હતો. ટીમ ઈન્ડિયાએ નિર્ધારિત ઓવરમાં 4 વિકેટે 234 રન બનાવ્યા હતા. ટીમ ઈન્ડિયા તરફથી શુભમન ગિલે ખૂબ જ આક્રમક ઈનિંગ રમતા સદી ફટકારી છે. ગિલે 63 બોલમાં અણનમ 126 રન બનાવ્યા. રાહુલ ત્રિપાઠીએ 22 બોલમાં 44 રન અને હાર્દિક પંડ્યાએ 17 બોલમાં 30 રન બનાવ્યા હતા. ન્યૂઝીલેન્ડ તરફથી બ્લેર ટિકનર, ઈશ સોઢી, ડેરિલ મિચેલ અને માઇકલ બ્રેસવેલને 1-1 વિકેટ મળી હતી.
શુભમન ગિલે આજે T20 કરિયરની પહેલી સદી ફટકારી હતી. આ સાથે જ તે T20 ઈન્ટરનેશનલમાં સદી ફટકારનાર છઠ્ઠો ભારતીય બની ગયો છે. આની પહેલા સુરેશ રૈના, રોહિત શર્મા, કેએલ રાહુલ, દીપક હુડા, સૂર્યકુમાર યાદવ, વિરાટ કોહલી અને હરમનપ્રિત કૌરે T20 ઈન્ટરનેશનલ ક્રિકેટમાં સદી ફટકારી છે.
ભારતીય ટીમના સ્કોર સામે ન્યૂઝીલેન્ડની ટીમ ઓછા સ્કોરમાં પેવેલિયન ભેગી થઈ ગઈ હતી. ન્યૂઝીલેન્ડની ટીમ માત્ર 12.1 ઓવરમાં જ 66 રન બનાવીને ઓલઆઉટ થઈ ગઈ હતી. જેમાં કેપ્ટન હાર્દિક પંડ્યાએ 4 વિકેટ ઝડપી હતી. આ ઉપરાંત અર્શદિપસિંહ, ઉમરાન મલિક અને શિવમ માવીએ 2-2 વિકેટ ઝડપી હતી. આમ ભારતે નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં જીત મેળવીને સિરિઝ પર પણ 2-1થી કબ્જો કરી લીધો હતો.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત
