Team Chabuk-Gujarat Desk: ગુજરાત વિધાનસભાના બજેટ સત્રનો આજે બીજો દિવસ છે. આજે નાણામંત્રી કનુ દેસાઈ વિધાનસભામાં બજેટ રજૂ કર્યું છે. નાણામંત્રી કનુ દેસાઈએ નાણાકીય વર્ષ 2023-24નું બજેટ (Gujarat Budget 2023) રજૂ કર્યું છે. કુલ રૂપિયા 3 લાખ 1 હજાર 22 કરોડનું અંદાજપત્ર છે. તેમણે જણાવ્યું કે, આગામી 5 વર્ષને ધ્યાનમાં રાખીને બજેટ તૈયાર કરાયું છે.
નાણામંત્રી કનુભાઈ દેસાઈએ જણાવ્યું કે, શિક્ષણ વિભાગ માટે 43651 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. મિશન સ્કૂલ ઓફ એક્સલન્સ અંતર્ગત 3109 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. તો 400 જ્ઞાન સેતુ ડે સ્કૂલ માટે 64 કરોડની જોગવાઈ. રાજ્યમાં 10 નવી રક્ષા શક્તિ સ્કૂલ શરૂ થશે. સરકારી સ્કૂલની જાળવણી માટે 109 કરોડ ખર્ચ કરવામાં આવશે. RTE બાદ હોશિયાર વિદ્યાથીઓ માટે ધોરણ 9થી 12ના અભ્યાસ માટે 50 કરોડની જોગવાઈ કરવામાં આવી છે.
ઈલેક્ટ્રિક ટુ-વ્હીલર ખરીદવાની સહાય માટે 12 કરોડ રૂપિયાની ફાળવણી કરવામાં આવી છે. 10 હજાર વિદ્યાર્થીઓને સહાય મળશે. ગ્રીન ગ્રોથ માટે અંદાજે રૂપિયા 2 લાખ કરોડનો ખર્ચ કરાશે.
નાણામંત્રીએ જણાવ્યું કે, માર્ગ મકાન વિભાગ માટે 20 હજાર 642 કરોડ રૂપિયાની ફાળવણી કરવામાં આવી છે. ગૃહ વિભાગ માટે કુલ 8 હજાર 574 કરોડ રૂપિયાની ફાળવણી કરવામાં આવી છે. પોલીસ જવાનો માટે બનાવાશે આવાસ અને મોડાસામાં જેલ બનશે
નાણામંત્રી કનુભાઈએ જણાવ્યું કે, પંચાયત, ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગ માટે કુલ 10,743 કરોડની જોગવાઇ કરાઈ છે. શ્રમ અને રોજગાર વિભાગ માટે રૂ.2538 કરોડ રૂપિયાની ફાળવણી કરવામાં આવી છે. ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ વિભાગ માટે કુલ 8738 કરોડની જોગવાઇ કરવામાં આવી છે. શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ માટે કુલ 19,685 કરોડની જોગવાઇ કરવામાં આવી છે.
આદિજાતિ વિકાસ વિભાગ માટે કુલ 3410 કરોડ રૂપિયાની ફાળવણી. યુવાનોમાં સ્વરોજગારી માટે મૂકવામાં આવેલ વિવિધ યોજનાઓ માટે રાજ્ય સરકાર રૂ.500 કરોડ ખર્ચ કરશે. અનુસૂચિત જાતિ, લઘુમતી અને આર્થિક રીતે પછાત વિદ્યાર્થીઓની શિષ્યવૃત્તિ માટે રૂ.334 કરોડની જોગવાઈ. રાષ્ટ્રીય વૃદ્ધ પેન્શન યોજના માટે 1340 કરોડ, દિવ્યાંગ પેન્શન યોજનામાં 58 કરોડ રૂપિયા, સંકટમોચન યોજના માટે રૂ.20 કરોડ, દિવ્યાંગ લગ્ન સહાય માટે રૂ.સાત કરોડની જોગવાઈ. આગામી એક વર્ષ માટે ગુજરાતનું ૩ લાખ 1 હજાર 22 કરોડ નું બજેટ રજૂ. અનુસૂચિત જાતિ, લઘુમતી અને આર્થિક રીતે પછાત વિદ્યાર્થીઓની શિષ્યવૃત્તિ માટે રૂ.334 કરોડની જોગવાઈ કરાઈ છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત