Homeગુર્જર નગરીમાતેલા સાંઢની જેમ ‘સિટીબસ’નો આતંક, વધુ એકનો ભોગ લીધો, મહિલાનું કમકમાટીભર્યું મોત

માતેલા સાંઢની જેમ ‘સિટીબસ’નો આતંક, વધુ એકનો ભોગ લીધો, મહિલાનું કમકમાટીભર્યું મોત

Team Chabuk-Gujarat Desk: સુરતમાં માતેલા સાંઢ જેમ દોડતી સિટી બસે વધુ એક અકસ્માત સર્જ્યો અને વધુ એક નિર્દોશને જીવ ગુમાવવો પડ્યો. ગુરૂવારે પુત્રીને સ્કૂલેથી ઘરે લઈ જતી મોપેડ સવાર માતા-પુત્રીને પુરપાટ ઝડપે આવતી સિટીબસના ચાલકે અડફેટમા લઈ લીધા હતા. જેમાં માતાનું કમકમાટી ભર્યું મોત નિપજ્યું હતું જ્યારે પુત્રી ઈજાગ્રસ્ત થઈ હતી.
બેગમપુરા મુરગવાન ટેકરા પાસે રહેતા હુસેન શેખ ડ્રાઈવરની નોકરી કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. તેમના બે સંતાનો પિપલોદની શારદાયતન સ્કુલમાં ભણે છે. ગુરૂવારે હુસેન અને તેમની પત્ની ફરહાનાબાનું (41) પોતાના સંતાનોને સ્કૂલે લેવા માટે અલગ અલગ મોપેડ અને બાઈક પર ગયા હતા. હુસેન પુત્રને લઈ આગળ નિકળ્યા હતા, જ્યારે ફરહાનાબાનું 16 વર્ષીય પુત્રી ઝુવેરીયાને મોપેડ પર લઈ પાછળ આવતા હતા.

માતા-પુત્રી પાર્લેપાઈન્ટ લાલબંગલા સામેથી પસાર થતા હતા ત્યારે પુરપાટ ઝડપે આવતી એક સિટીબસના ચાલકે અડફેટમાં લઈ ફરહાનબાનુને કચડી નાંખ્યા હતા જ્યારે ઝુવેરીયા ઈજાગ્રસ્ત થઈ હતી.

અકસ્માત બાદ બન્નેને ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતા. જ્યાં તબીબે ફરહાનબાનુને મૃત જાહેર કર્યા હતા. જ્યારે ઝુબેરીયાને સારવાર બાદ રજા અપાઈ હતી. ઉમરા પોલીસ હોસ્પિટલ દોડી ગઈ હતી અને સિટીબસના ડ્રાઈવર સામે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી. બનાવ સંદર્ભે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. મહત્વનું છે, બે દિવસ પહેલાં જ સોમવારે બપોરે શહેરના મક્કાપુલ પાસે એક જૈન સાધ્વીને સિટીબસે ટક્કર મારતાં તેમનું કમકમાટી ભર્યું મોત થયું હતું.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments