Homeગુર્જર નગરીનરેન્દ્ર મોદીની સિક્યુરિટીમાં રહી ચુકેલા ગુજરાતના Dyspના દીકરાની લાશ કેનેડામાં મળી

નરેન્દ્ર મોદીની સિક્યુરિટીમાં રહી ચુકેલા ગુજરાતના Dyspના દીકરાની લાશ કેનેડામાં મળી

Team Chabuk-Gujarat Desk: કેનેડામાં વધુ એક ગુજરાતી યુવકની લાશ મળી આવતા ચકચાર મચી ગઈ છે. ટોરોન્ટોમાં રહેતા ગુજરાતના DySPના દીકરાની લાશ મળી આવતા પરિવાર પર આભ તૂટી પડ્યું છે. તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીની સિક્યુરિટીમાં રહી ચૂકેલા DySPનો દીકરો સાત દિવસ પહેલાં ગુમ થયો હતો અને હવે તેની લાશ મળી છે.

મૂળ ભાવનગરના સિદસર ગામના વતની અને હાલ પાલનપુર ખાતે ફરજ બજાવતા DySP રમેશભાઈ ડાંખરાનો 23 વર્ષીય પુત્ર આયુષ ડાંખરા ધોરણ-12 બાદ વધુ અભ્યાસ માટે સાડા ચાર વર્ષ પહેલાં કેનેડા ગયો હતો, જે ગત તારીખ 5 મેના રોજ ગુમ થઈ ગયો હતો. આ અંગે મિત્રોએ પરિવારને જાણ કરી તેમજ આયુષ ગુમ થવાની ત્યાંની પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. એના બીજા દિવસે કેનેડા પોલીસને તેને લાશ મળી આવી હતી.

doctor plus

આયુષના કાકા નારણભાઇ ડાંખરાએ જણાવ્યું કે, મૃતક આયુષ રમેશભાઈ ડાંખરા 23 વર્ષનો હતો. તેના પરિવારમાં એક નાનો ભાઈ અને માતા-પિતા છે. નાનો ભાઈ ગાંધીનગરમાં અભ્યાસ કરે છે, જ્યારે તેના પિતા રમેશભાઈ પાલનપુર ખાતે DySP તરીકે ફરજ બજાવે છે. રમેશભાઈ મારા પિતરાઇ છે. અમે બધા ભાવનગરના સિદસર ગામમાં રહીએ છીએ. આયુષે ધો. 12 સુધીનો અભ્યાસ ગાંધીનગરમાં કર્યો છે અને એ પછી આગળ ભણવા માટે તે સીધો કેનેડા ગયો હતો. કેનેડામાં તેને આશરે સાડા ચાર વર્ષ થયાં હશે. છ મહિનામાં તેની માસ્ટર ડિગ્રી પૂરી થવાની હતી. ત્રણ વર્ષ કોલેજ કરી પાછો માસ્ટર્સનું ભણતો હતો.

મહત્વનું છે કે, આયુષના પિતા રમેશભાઈ DySP છે અને હાલ પાલનપુર ખાતે ફરજ બજાવી રહ્યા છે. નરેન્દ્ર મોદી મુખ્યમંત્રી હતા ત્યારે 2001થી 2014 સુધી તેમની સિક્યુરિટીમાં હતા. 

whatsapp

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments