Homeગુર્જર નગરીરાજકોટ: બંધ ટ્રકની પાછળ બાઈક અથડાતા યુવકનુ ઘટનાસ્થળે મોત

રાજકોટ: બંધ ટ્રકની પાછળ બાઈક અથડાતા યુવકનુ ઘટનાસ્થળે મોત

Team Chabuk-Gujarat Desk: રાજકોટ આજીડેમ ચોકડી પાસે ગત રાત્રિના એક અકસ્માતની ઘટના બની હતી. જેમાં એક યુવકનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. રાત્રિના 1 વાગ્‍યા નજીક આજી ડેમ ચોકડી પાસે આ અકસ્માતની ઘટના બની હતી. બંધ ટ્રક પાછળ બાઇક અથડાતાં રાજકોટના મંદિરમાં રહી પૂજા કરતાં ગઢકાના યુવકનું મોત થયું હતું. યુવકનું મોત થઈ જતા પરિવારમાં ગમગીની છવાઈ ગઇ છે.

ત્રંબા નજીકના ગઢકાના રહેવાસી કશ્‍યપભાઇ પંડયા (ઉ.વ.28) રાજકોટમાં જયંત કે. જી. રોડ પર આવેલા શ્રી ઘેલારામજી ઓૈદિચ્‍ય બ્રાહ્મણ સમાજના મંદિરમાં રહી સેવા પૂજા કરતા હતા. ગઇકાલે તેઓ બાઇક લઇને પોતાના ગામ ગઢકા ગયા હતા. રાત્રિના 1 વાગ્યા આસપાસ બાઈક લઈને રાજકોટના મંદિર ખાતે પરત આવી રહ્યા હતા ત્‍યારે આજીડેમ ચોકડી પાસે ઉભેલા બંધ ટ્રક પાછળ બાઇક અથડાઈ જતા તેમને ગંભીર ઇજા પહોંચી હતી. તેમને તાત્કાલિલ 108માં લઈ સિવિલ હોસ્‍પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. પરંતુ સારવાર દરમિયાન તેમનું મોત થયું હતું.

પોલીસે તપાસ હાથ ધરતાં તેમની ઓળખ થઇ હતી. મૃત્‍યુ પામનાર યુવક બે ભાઇઓમાં મોટા હતા. તેમને સંતાનમાં એક પુત્રી છે. મંદિરમાં સેવા પૂજા અને કર્મકાંડ કરી ગુજરાન ચલાવતા હતા. બનાવથી પરિવારજનોમાં ગમગીની છવાઈ ગઇ હતી.

doctor plus

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments