Homeગુર્જર નગરીબોટાદમાં ગોઝારી ઘટનાઃ કૃષ્ણસાગર તળાવમાં ડૂબેલા 5 યુવાનોના મોત

બોટાદમાં ગોઝારી ઘટનાઃ કૃષ્ણસાગર તળાવમાં ડૂબેલા 5 યુવાનોના મોત

Team Chabuk-Gujarat Desk: બોટાદમાં એક મોટી દુર્ઘટના બની. શહેરના કૃષ્ણસાગર તળાવમાં ન્હાવા પડેલા પાંચ યુવાનો ડૂબી ગયા. દુર્ઘટનામાં પાંચે પાંચ યુવાનોના મોત થયા છે. મળતી માહિતી મુજબ ન્હાવા પડેલા બે યુવાનો ડૂબવા લાગ્યા હતા. તે જોઈ તેમને બચાવવા માટે તળાવમાં કૂદેલા ત્રણ યુવાનો પણ ડૂબી ગયા હતા.

બનાવની જાણ થતાં જ પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો. આ ઉપરાંત ફાયર વિભાગની ટીમને પણ ઘટનાની જાણ કરવામાં આવી હતી. ફાયરવિભાગની ટીમે ઘટનાસ્થળે પહોંચીને રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધર્યું હતું. ત્યારે દોઢ કલાકની જહેમત બાદ પાંચેય યુવાનોના મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા હતા.

ઉલ્લેખનીય છે કે, પ્રાથમિક માહિતી અનુસાર તમામ મૃતકો બોટાદના રહેવાસી હોવાનું જાણવા મળ્યું છે. આ ઉપરાંત તમામ મૃતદેહોને બોટાદની સરકારી સોનાવાલા હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવામાં આવ્યા છે.

doctor plus

મૃતકોના નામ

  1. અહેમદ ઉર્ફે ભાવેશ વઢવાણિયા
  2. અશરફ ઉર્ફે રુમિત વઢવાણિયા
  3. જુનેદ અલ્તાફભાઈ કાજી
  4. અસદ આરીફ ખંભાતી
  5. ફૈઝાન નાઝીરભાઈ ગાંજા
whatsapp

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments