Team Chabuk-Entertainment Desk: અભિનેત્રી પરિણીતિ ચોપરા અને આમ આદમી પાર્ટીના નેતા રાઘવ ચઢ્ઢાએ સગાઈ કરી લીધી છે. તેમની સગાઈ દિલ્હીના કપૂરથલા હાઉસમાં થઈ હતી. જેને ફૂલો અને રોશનીથી શણગારવામાં આવ્યું હતું. સગાઈ બાદ બંનેની તસવીરો સામે આવી છે. સગાઈના અવસરે બાંદ્રામાં પરિણીતિના ઘરને જે રીતે સજાવવામાં આવ્યું છે, તેવી જ રીતે દિલ્હીમાં રાઘવના ઘરને પણ રોશની અને ફૂલોથી સજાવવામાં આવ્યું છે.
અનેક સ્ટાર્સ અને મહેમાનોએ તેમની સગાઈમાં હાજરી આપી હતી. પ્રિયંકા ચોપરાથી લઈને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન તેમની સગાઈમાં પહોંચ્યા હતા. સગાઈમાં આ સ્ટાર કપલ ખૂબ જ સુંદર લાગી રહ્યા હતા.
રાઘવ-પરિણીતીએ શનિવારે નવી દિલ્હીના કપૂરથલા હાઉસમાં પરિવાર અને મિત્રોની હાજરીમાં રિંગ શેર કરી હતી. કાર્યક્રમની શરૂઆત શીખોની પરંપરાગત પ્રાર્થના ‘અરદાસ’થી થઈ હતી.
સાંજે 5 વાગ્યે શુકુમણી સાહેબ દ્વારા શીખ ધર્મગ્રંથ ગુરુ ગ્રંથ સાહિબના એક ભાગનું પઠન કરવામાં આવ્યું હતું. આ પછી પ્રાર્થના શરૂ થઈ. રાઘવ-પરિણીતિના આ ખાસ દિવસને ખાસ બનાવવા માટે કોઈ કસર બાકી ન હતી.
આ મહેમાનો આવ્યા હતા
દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન સગાઈમાં સામેલ થયા હતા. બોલિવૂડ સ્ટાર્સ અહીં દેખાયા હતા. આમંત્રિત મહેમાનોની સંખ્યા લગભગ 150 લોકો છે. પ્રિયંકા ચોપરા બહેનની સગાઈમાં જોવા મળી હતી.
પ્રિયંકાની માતા મધુ ચોપરાએ પરિણીતી માટે આશીર્વાદ મોકલ્યા હતા. વર-કન્યાના ડ્રેસને લઈને થોડી ચર્ચા થઈ. તસવીર સામે આવ્યા બાદ એમ કહી શકાય કે તેઓએ તેમની સગાઈ ખૂબ જ સરળ રાખવાનો પ્રયાસ કર્યો હતો. તેનો ડ્રેસ ડિઝાઇનર મનીષ મલ્હોત્રાએ ડિઝાઇન કર્યો હતો, જે તેની સગાઈમાં હાજર હતા.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત