Team Chabuk-Gujarat Desk: અમરેલીના લીલીયા ગામે પતિનું હાર્ટ એટેકથી મૃત્યુ થતાં પત્નીએ પણ આઘાતમાં આત્મહત્યા કરી લીધી હોવાનો બનાવ સામે આવ્યો છે. મળતી માહિતી પ્રમાણે લીલીયા ગામે એક વ્યક્તિનું હાર્ટ એટેકથી મૃત્યુ થયું. મૃત્યુના સમાચાર સાંભળીને પરિવારના સૌ સભ્યો આઘાતમાં સરી પડ્યા. પરંતુ પતિના મોતના સમાચાર સાંભળીને પત્ની સ્તબ્ધ થઈ ગઈ અને આઘાતમાં પત્નીએ ગળેફાંસો ખાઈ લીધો. આમ પતિ અને પત્નીના મૃત્યુ થતાં બન્નેની એક સાથે અર્થી કાઢવામાં આવી. એક ગામમાંથી આ પ્રકારે પતિ-પત્નીની એકસાથે અર્થી નીકળતાં આખું ગામ હિબકે ચડ્યું અને ગામમાં ગમગીનીનો માહોલ જોવા મળ્યો.
6 મહિના પહેલા જ કર્યા હતા પ્રેમ લગ્ન
અમરેલીના લીલીયા ગામમાં રહેતા ધવલ રાઠોડે છ મહિના પહેલા જ પ્રિંસી રાઠોડ સાથે પ્રેમ લગ્ન કર્યા હતા. હજુ તો તેઓએ લગ્નજીવન શરૂ જ કર્યું હતું. સાથે જીવવાના અનેક સપનાઓ સેવ્યા હતા. પરંતુ પતિ-પત્નીના આ સપના પૂરા થાય તે પહેલાં જ ધવલ રાઠોડને હાર્ટ એટેક આવ્યો અને તેના વિરહમાં પત્નીએ પણ મોતને વ્હાલું કરી લીધું. જુવાનજોધ દીકરા અને વહુનું મોત થતાં પરિવારજનો પણ અવાક થઈ ગયા છે.

પતિ ધવલ રાઠોડના હાર્ટ એટેકથી મૃત્યુના સમાચાર પ્રિંસીના કાને પડતા જ તે સ્તબ્ધ થઈ ગઈ હતી. પ્રેમ સંબંધોમાં સાથે વિતાવેલા સમય અને હજુ તો સુખી લગ્ન જીવનના ભાવી સપનાઓ જોતી પ્રિંસી આ વાતને જાણે સાચી માનવા તૈયાર ન હતી. પ્રિંસીને પતિના અવસાનનો એટલો આઘાત લાગ્યો હતો કે તેણે આ જીવન ધવલ વગર ન જીવવાનું નક્કી કરી લીધું અને પોતે પોતાનું જીવન ટુંકાવી લેવા ફાંસો ખાઈ લઈને દુનિયા અલવિદા કહી દીધું. પરિવાર માટે એક તરફ ધવલનું મૃત્યુ અને બીજી તરફ તેની પત્ની પ્રિંસીની આત્મહત્યા, આ બેવડો વજ્રઘાત બની ગયો હતો. પોલીસે પ્રિંસીનો મૃતદેહ પોસ્ટ મોર્ટમ માટે ખસેડ્યો હતો. બંનેની અર્થી સાથે જ કાઢવામાં આવી હતી. તે સમયે પરિવારનો આક્રંદ પણ વાતાવરણમાં કંપારી છોડાવી દેનારો હતો. એટલું જ નહીં જ્યારે તેમના મૃતદેહો સાથે અંતિમયાત્રા પર કાઢવામાં આવ્યા હતા ત્યારે ગામમાં ગમગીનીનું વાતાવરણ જોવા મળ્યું હતું.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત
