Team Chabuk-Gujarat Desk: રાજકોટમાં ફરી એક મોંઘીદાટ કારની અડફેટે એક આશાસ્પદ યુવકનું મોત થયું છે. શહેરના 150 ફૂટ રિંગ રોડ પર પૂરપાટ ઝડપે કારે યુવકને અડફેટે લીધો. જેમાં યુવકનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત થયું. દાવો છે કે, દુર્ઘટના વખતે કારમાં યુવક અને યુવતી સવાર હતા જે દુર્ઘટના સર્જી કાર મુકી ફરાર થઈ ગયા હતા. હાલ આ અંગે પોલીસે ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે.
મળતી માહિતી અનુસાર, રાજકોટના 150 ફૂટ રિંગ રોડ પર રામાપીર ચોકડી બ્રિજ પર કારે યુવકને કચડી નાખ્યો હતો. જે બાદ કાર ચાલક કાર મૂકીને ત્યાંથી નાસી છૂટ્યો હતો. બીજી તરફ બનાવ સ્થળે લોકોના ટોળેટાળા એકઠા થઈ ગયા હતા.

પ્રાથમિક તપાસમાં કારમાં યુવતી પણ સવાર હતી, યુવકને અડફેટે લીધા બાદ કારમાં સવાર યુવક-યુવતી ફરાર થઈ ગયા હતા. પોલીસ દ્વારા કારના નંબરના આધારે તપાસ કરતા આ કાર રાજકોટના બિલ્ડરની હોવાનું સામે આવ્યું છે.
RTOની વેબસાઇટ પર આ કાર વિરેન જસાણીના નામે રજિસ્ટર્ડ છે. જો કે, પોલીસે વિરેન જસાણીનો સંપર્ક કરતા તેમણે કાર થોડા સમય પહેલા જ વેચી હોવાનો દાવો કર્યો હતો.
મહત્વનું છે કે, 5 દિવસ અગાઉ પણ રાજકોટના અમીન માર્ગ પર ગત 9મે એ પણ હિટ એન્ડ રનનો કિસ્સો બન્યો હતો. 9 મેએ રાજકોટના અમીન માર્ગ પર રોડ ક્રોસ કરી રહેલી એક યુવતીને પૂરપાટ ઝડપે આવતી કારે અડફેટે લીધી હતી.

તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત